Categories: India

દ.ચીન સાગર મુદ્દે ભારતે જાપાનની મદદથી ચીનને ઘેરવાની કરી તૈયારી

નવી દિલ્હી : ચીનના અડિયલ વલણનાં કારણે ભારતને એનએસજીનું સભ્યપદ પ્રાપ્ત થઇ શક્યું નહી. જો કે હવે ભારત આ મુદ્દે ચીનની સામે આક્રમક વલણ અખત્યાર કરી શકે છે. વડાપ્રધાન મોદીની જાપાન યાત્રા દરમિયાન ભારત અને જાપન સંયુક્ત નિવેદન બહાર પાડીને વિશ્વને જણાવશે કે દક્ષિણ ચીન સાગર પર ચીન કઇ રીતે બીજા દેશોને દબાવી રહ્યું છે.

ચીન દ્વારા આતંકવાદી મસુદ અઝહર અને એનએસજી મુદ્દે અડીયલ વલણ બાદ ભારતીય રણનીતિકારોનું માનવું છે કે આ મુદ્દે હવે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાની જરૂર છે. દક્ષિણ ચીન સાગર પર સિંગાપુરે ભલે ભારતની સાથે સંયુક્ત નિવેદન આપવાનો ઇન્કાર કર્યો. પરંતુ જાપાને કહ્યું કે ભારતે દક્ષિણ ચીન સાગરનાં મુદ્દે પોતાની રીતે વિચારવું જોઇએ. ભારત અને જાપાને ગત્ત વર્ષે પહેલીવાર સંયુક્ત નિવેદનમાં દક્ષિણ ચીન સાગરનો ઉલ્લેખ કર્યો હતો. જો કે હવે પહેલીવાર જાહેર રીતે તેઓ કહેશે કે દક્ષિણ ચીન સાગર પર ચીન ન માત્ર આંતરરાષ્ટ્રીય પંચાયતના નિર્ણયની અવહેલના કરી રહ્યું છે પરંતુ ક્ષેત્રીય સ્થયિત્વના માટે પણ ખતરો પેદા કરી રહ્યું  છે.

સિંગાપુરની યાત્રા દરમિયાન મોદીએ દક્ષિણ ચીન સાગર મુદ્દે બંન્ને દેશોના એક સંયુક્ત નિવેદનનો આગ્રહ કર્યો હતો. જો કે સિંગાપુરે પોતે કોઇ પણ રીતે દક્ષિણ ચીન સાગર સાથે જોડાયેલ નહી હોવાનું બહાનું કરીને સંયુક્ત નિવેદનની મનાઇ કરી હતી. બીજી તરફ ચીને આંતરરાષ્ટ્રીય પંચાયત દ્વારા અપાયેલા નિર્ણયને માનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

Navin Sharma

Recent Posts

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

11 mins ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

46 mins ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

2 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

3 hours ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

3 hours ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

4 hours ago