‘નરેન્દ્ર મોદી જો ફરી PM નહી બને તો ભારતીય અર્થવ્યવસ્થાને થશે નુકસાન’

ભારતમાં જો ફરી નરેન્દ્ર મોદીની સરકાર નહીં બને તો તે ભારત માટે સારું નથી. ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની CLSAના મુખ્ય રણનીતિકાર ક્રિસ્ટોફર વુડનું કહેવું છે. આ અંગે વાત કરતા તેમણે એક સમાચાર પત્રમાં આર્ટિકલ લખ્યો છે.

વુડના મતે બોન્ડ માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે ભારત માટે 2018નું વર્ષ સારું રહ્યું નથી. તેમનું માનવું છે કે આગામી સમયમાં ભારતનું સારું પ્રદર્શન એ વાત પર ટકેલું છે કે અમેરિકામાં ડોલરનું પ્રદર્શન કેવું રહે છે. વુડનું માનવું છે કે તેલની કિંમતોમાં થતા ફેરફારને કારણે ભારતીય કરન્સી પર રિસ્ક રહેલું છે.

સ્ટૉર માર્કેટમાંથી ફરી આશા:
વુડના લેખ અનુસાર, હજુ સુધી ભારતની સ્ટૉક માર્કેટ પાસે ઘણી આશા રહેલી છે. તેમના અનુસાર, મિડ કેપ સેગમેન્ટમાં બાકી સ્ટૉક્સ કરતા સારું પરફૉર્મન્સ આપશે. વુડએ મ્ય્ચૂયઅલ ફંડમાં રિસ્ક હોવાનું જણાવ્યુ. તેમણે લખ્યું કે, ”આ રિસ્ક સતત વધી રહ્યુ છે કેમકે સ્ટોક માર્કેટમાં ઘટાડો છે. સારી વાત એ છે કે પૈસાનું ટ્રાન્સફર ઘટ્યું છે પરંતુ સંપૂર્ણ રીતે બંધ થયું નથી.”

You might also like