Categories: World

હવે ડ્રોન વડે સમુદ્રની દેખરેખ કરશે ભારત, ડીલ માટે USને લખ્યો પત્ર

વોશિંગ્ટન: ભારતે હિંદ મહાસાગરમાં પોતાની સમુદ્રી સંપદાઓના સંરક્ષણ અને દેખરેખ માટે પેટ્રોલિંગ ડ્રોન ખરીદવાનું મન બનાવ્યું છે. તેના માટે અમેરિકાને એક પત્ર લખીને રિક્વેસ્ટ કરવામાં આવી છે. ભારત દ્વારા આ પત્ર ગત અઠવાડિયે મોકલવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મુલાકાત બાદ ભારતને મિસાઇલ ટેક્નોલોજી નિયંત્રણ વ્યવસ્થા (એમટીસીઆર)માં સામેલ કરવામાં આવ્યું. અમેરિકાએ તેને એક પ્રમુખ સંરક્ષણ ભાગીદાર કરાર ગણાવ્યો. આ મોદી સરકારના તે લક્ષ્યોનો ભાગ છે, જે તેને સમુદ્રી સંપદાઓ ખાસકરીને હિંદ મહાસાગરની સંપદઓને સુરક્ષિત કરતાં અને મુંબઇ હુમલા જેવી ઘટના વિશે જાણવા માટે નક્કી કરવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે આ પત્રમાં અમેરિકાના જનરલ એટોમિક્સ પાસેથી અત્યાધુનિક મલ્ટી મિશન મેરીટાઇમ પેટ્રોલ પ્રીડેટર ગાર્ડિયન યૂએવી (માનવરહિત યાન) ખરીદવાની પરવાનગી માંગી છે. આ યાન મળ્યા બાદ ભારતને પૂર્વી અને પશ્વિમિ તટ બંને તરફ હિંદ મહાસાગરમાં પોતાની સમુદ્રી સંપદાઓને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

ફૂટબોલ જેટલી નાની વસ્તુઓની કરી શકશે ઓળખ
આ પેટ્રોલિંગ ડ્રોન 50,000 ફૂટ ઉંચાઇ પર ઉડવાની ક્ષમતા ધરાવે છે. આ સતત 24 કલાકથી વધુ સમય સુધી ઉડાન ભરીને સમુદ્રી ક્ષેત્રમાં ફૂટબોલ જેટલા આકરની વસ્તુઓ પર પણ બારીકીથી નજર રાખી શકે છે. ભારતે પહેલાં પણ અમેરિકા પાસેથી આ પ્રકારના ડ્રોન ખરીદવામાં રસ દાખવ્યો હતો, પરંતુ ઓબામા વહિવટીતંત્ર આ આગ્રહને આગળ વધારવામાં સમર્થ ન હતું, કારણ કે ભારત એમટીસીઆરનું સભ્ય ન હતું.

મોદી ઓબામાએ કરી હતી ડ્રોન પર ચર્ચા
આ મહિનાની શરૂઆતમાં ભારતને એમટીસીઆરની સદસ્યતા મળી ગયા બાદ અમેરિકાએ આ પ્રસ્તાવ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે તે આગામી તબક્કામાં તે તેને સ્વિકારી લેશે. સૂત્રોએ કહ્યું કે ‘આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ઓબામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમુદ્રી સુરક્ષાને વધારવામાં અમેરિકા ભારત સહયોગ માટે પોતાનું સમર્થન આપ્યું. વડાપ્રધાને રાષ્ટ્રપતિ ઓબામાની સાથે ડ્રોનના મુદ્દે ચર્ચા પણ કરી હતી, જેના પર પોઝિટિવ જવાબ મળ્યો.’

પાંચ અરબ ડોલરથી વધુ ખર્ચ
વ્હાઇટ હાઉસમાં ગત સાત જૂને જાહેર કરવામાં આવેલા ભારત અમેરિકા જોઇંટ સ્ટેટમેંટનો ઉલ્લેખ કરતાં સૂત્રોએ કહ્યું કે બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર નૌવહન, સમુદ્રી ક્ષેત્રની ઉપર ઉડાણ ભરવા માટે સંસાધનોનું દોહનની સ્વતંત્રતા સુનિશ્વિત કરવાના મહત્વને દોહરાવ્યું હતું. અનુમાન અનુસાર ભારત આગામી કેટલાક વર્ષોમાં પાંચ અરબ ડોલરથી વધુની કિંમતે 250થી વધુ યૂએવી પ્રાપ્ત કરવાની આશા સેવી રહ્યું છે.

admin

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

8 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

8 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

9 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

11 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

12 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

12 hours ago