H-1B વિઝાના અરજદારોમાં ભારતીયો મોખરે

નવી દિલ્હી: અમેરિકા તરફથી એચ-1 બી વિઝાને લગતા નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે ત્યારે એક માહિતી મુજબ ભારતે આ બાબતે ચીનને પાછળ રાખી દઈને આવા વિઝા મેળવવાની અરજી કરવામાં મોખરાનું સ્થાન મેળવી લીધું છે. નવ મહિનામાં ૨.૪૭ લાખ ભારતીયોએ આવી અરજી કરી છે જ્યારે બીજી તરફ ચીનના માત્ર ૩૬.૩૬૨ લોકોએ જ આવી અરજી કરી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પહેલી ઓકટોબર ૨૦૧૬ અને 30 જૂન ૨૦૧૭ના ગાળામાં આવી અરજીની કુલ સંખ્યા ૭૪ ટકાથી વધુ છે. અમેરિકામાં નાણાકીય વર્ષ પહેલી ઓકટોબરથી શરૂ થાય છે. અને ૩૦ સપ્ટેમ્બરે પૂરું થાય છે. ૨૦૧૫-૧૬ દરમિયાન લગભગ ત્રણ લાખ ભારતીયોએ અરજી કરી હતી. જયારે આજ ગાળામાં ચીનમાંથી માત્ર ૩૬,૩૬૨ અરજી થઈ હતી.

You might also like