ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રો ખરીદનાર દેશ

0 57

નવી દિલ્હી: ભારત હજુ સુધી દેશમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિકસિત કરી શકયું નથી. તેના કારણે શસ્ત્રો માટે ભારતે બીજા દેશો પર મદાર રાખવો પડે છે. ભારત હવે શસ્ત્રો અને સંરક્ષણ ઉપકરણો આયાત કરનાર વિશ્વનો સૌથી મોટો દેશ બની ગયો છે. આમ ભારત સમગ્ર વિશ્વમાં શસ્ત્રોની સૌથી વધુ આયાત કરે છે.

ર૦૧૩થી ર૦૧૭ સુધી વિશ્વના તમામ દેશો દ્વારા આયાત કરવામાં આવેલ શસ્ત્રોમાં ભારતનો હિસ્સો ૧ર ટકા છે. ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર્સ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા ડેટા અનુસાર ભારતમાં શસ્ત્રોની ખરીદીમાં ર૪થી પણ વધુ ટકાનો વધારો થયો છે. ર૦૦૮થી ર૦૧૩ની તુલનાએ ભારતમાં ર૦૧૩થી ર૦૧૭ દરમિયાન ર૪ ટકા વધુુ શસ્ત્રો ખરીદવામાં આવ્યા છે.

શસ્ત્રોની ખરીદીની યાદીમાં ભારત બાદ વિશ્વના ટોચનાં શસ્ત્રો ખરીદનાર દેશોમાં સાઉદી અરેબિયા, મિસર, યુએઇ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જિરિયા, ઇરાક, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાનો નંબર આવે છે. ર૦૧૩થી ર૦૧૭ વચ્ચે ભારતે ખરીદેલાં કુલ શસ્ત્રોમાં ૬ર ટકા શસ્ત્રો એકલા રશિયા પાસેથી જ ખરીદવામાં આવ્યાં છે. ત્યાર બાદ ૧પ ટકા શસ્ત્રો અમેરિકા અને ઇઝરાયલ પાસેથી ખરીદવામાં આવ્યાં છે.

ભારત રશિયા અને ઇઝરાયલ પાસેથી સૌથી વધુ શસ્ત્રો ખરીદનાર દેશ છે. ભારત ઉપરાંત ચીનનો પણ ટોપ ફાઇવ શસ્ત્રો નિકાસ કરનાર દેશોમાં સમાવેશ થાય છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને જર્મની બાદ ચીનનું પાંચમું સ્થાન છે. ચીન પાસેથી સૌથી વધુ શસ્ત્રો ખરીદનાર દેશ પાકિસ્તાન છે. ચીન પોતાનાં શસ્ત્રોની કુલ નિકાસમાંથી ૩પ ટકા શસ્ત્રો પાકિસ્તાનને વેચે છે.

loading...

Leave A Reply

Your email address will not be published.