હવામાન વિભાગની આગાહી, ચાલુ વર્ષે સામાન્ય વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગામી ચોમાસુ માટે આગાહી કરી છે, જેના અનુસાર, આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના રહી છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે 97% વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જે ઘણા રાહતના સમાચાર છે.

હવામાન વિભાગના અધિકારી અનુસાર, ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં 97% વરસાદ થશે. જ્યારે દુષ્કાળની વાત કરીએ તો તેની સંભાવના 0% છે.

ઉલ્લેખનીય છે કે, 94% થી 104% સુધી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે જૂન મહિનામાં વરસાદ સામાન્યથી વધારે રહેશે. જુલાઇથી ઓગષ્ટ સુધીમાં 96% થી 97 % વરસાદની આગાહી છે. જ્યારે ભારે વરસાદની વાત કરવામાં આવે તો તેની આશંકા 5% છે, જ્યારે સામાન્યથી વધારે વરસાદની 20% જેટલી આશંકા રહેલી છે.

You might also like