CJI કહ્યું- ભારતીય હોવાનુ ગર્વ છે, ભારતમાં સૌ-સમાન

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જગદીશ સિંહ ખેહરે સ્વતંત્રતા દિવસના અવસરે કહ્યું કે દરેક નાગરિકોને પોતાની ધાર્મિક અને જાતિ ઓળખની સાથે સાથે પોતાને ભારતીય હોવા પર ગર્વ કરવો જોઈએ.

ન્યાયમૂર્તિ ખેહરે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત બાર એસોસિયેશન દ્વારા યોજાયેલી સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક અને જાતીય ઓળખ પર ગર્વ હોવું જોઈએ. બંધારણનામાં પણ તે જ લખ્યું છે. તેમણે કહ્યું કે તેમણે શીખ હોવાનું ગર્વ છે.

આ અવસર પર ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ભારત એક અદ્ભુત દેશ છે, અહીં દરેક નાગરિકોને સમાન તક મળે છે. અમારા હાલના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઉદાહરણ છે કે કેવી રીતે સામાન્ય પૃષ્ઠભૂમિથી આવીને પણ દેશના ટોચના બંધારણીય પદો પર કાબિઝ થઈ શકાય છે. તમામ નાગરિકો સમાન છે. આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક દલિત કુંટુંબમાંથી આવે છે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇ જમાનામાં ચા વેચતા હતા.

તેમણે પોતાના વિશે જણાવ્યુ કે, તે ભારતીય હતી, પરંતુ કેન્યાના નાગરિક તરીકે જન્મ્યા, કેમકે તેમના પેરેન્ટ્સ એ દિવસોમાં ત્યાં રહેતા હતા, પરંતુ હવે પોતે ભારતના ચીફ જસ્ટિસ છે. આ જ હોય છે સ્વતંત્રતા. દરેક વ્યક્તિ આજે સાથે છે. દરેક એક સમાન છે. જ્યારે તમે સ્વતંત્ર હોવ છો તો દરકે વસ્તુ તમારી પાસે હોય છે.

You might also like