Categories: World

UNમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢતા સુષ્મા સ્વરાજ

યુએન : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે યુએન મહાસભાને સંબોધિત કરી હતી. પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. સુષ્માએ આતંકવાદનો મુદ્દે ઉઠાવતા કહ્યું કે આપણે આતંકવાદને અટકાવવામાં સફળ નથી થયા. તેમણે કહ્યું કે આતંકવાદ માનવાધિકારોનું સૌથી મોટુ ઉલ્લંઘન છે. સુષ્માએ પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેના પર નિશાન સાધ્યું હતું. તેમણે પુછ્યું કે આતંકવાદીઓને આશરો કોણ આપે છે. આતંકવાદીઓને મદદ કોણ કરે છે. જેણે આતંકવાદનું બીજ વાવ્યું છે, તેણે કડવું ફળ ખાધું છે. તેમણે કહ્યું કે આતંકવાદને પાળવાનો શોખ પાકિસ્તાનને છે, તેને અલગ પાડી દેવાની જરૂર છે.

સુષ્માએ ઉરી હૂમલા બાદ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની તરફથી કાશ્મીરનો ઉલ્લેખ થવાનો જોરદાર જવાબ આપ્યો. સુષ્માએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે. પાકિસ્તાનનો મંસૂબો ક્યારે પણ સફળ નહી. સુષ્મા સ્વરાજે બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે બલૂચિસ્તાનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન છયું છે. તેમણે કહ્યું કે જેનાં પોતાના ઘર કાચનાં હોય તેમણે બીજાના ઘર પર પત્થરો ના ફેંકવા જોઇએ.

શરીફે હૂમલો કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ કઇ કઇ શરતો મુકી હતી જ્યારે તે પોતાના શપથગ્રહમમાં તમને બોલાવ્યા હતા. જ્યારે ઇદ પ્રસંગે શુભેચ્છાઓ આપી હતી. જ્યારે કાબુલથી પરત ફરતા સમયે લાહોર પરત આવ્યા હતા.

સુષ્માએ જણાવ્યું કે મિત્રતા સાથે વિવાદનો ઉકેલ લાવવાનાં પ્રયાસો થયા. પરંતુ અમને બદલામાં શુ મળ્યું, ઉરી આતંકવાદી હૂમલો ? બહાદુર અલી સીમાપારથી આતંકવાદનું જીવતો જાગતો પુરાવો છે. અમે બે વર્ષમાં દોસ્તી નિભાવી, બદલામાં અમને પઠાણકોટ મળ્યો. કાબુલ, ઢાકા પઠાણકો, ઉરીમાં આતંકવાદી હૂમલા થયા.

સુષ્માના ભાષણની અન્ય બાબતો
– ગરીબી નાબુદ કરવી સૌથી મોટો પડકાર
– ગરીબી અને અસમાનતા અંગે ચર્ચા થવી જરૂરી છે.
– વિશ્વભરમાં કેટલાક મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા જરૂરી.
– શાંતિ વગર દુનિયાનો વિકાસ સંભવ નહી.
– સ્વચ્છતા અભિયાન પર ઘણુ કામ થઇ રહ્યું છે.
– ભારત સૌથી ઝડપી વધી રહેલી અર્થ વ્યવસ્થા છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago