Categories: Business

ભારત-ચીન વચ્ચેના તણાવથી શેરબજારમાં ચિંતાનાં વાદળો

અમદાવાદ: ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધી છે. તેની અસર શેરબજાર ઉપર પણ જોવા મળી છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૨ પોઇન્ટના સુધારે ૩૧,૨૨૦, જ્યારે એનએસઇ નિફ્ટી ત્રણ પોઇન્ટના સુધારે ૯,૬૧૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ આજે નીચા મથાળે જોરદાર લેવાલી જોવા મળી હતી.

આજે શરૂઆતે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, આઇટી અને ટેક્નોલોજી કંપનીના શેરમાં વેચવાલી જોવા મળી હતી. તો બીજી બાજુ બેન્ક, ઓટોમોબાઇલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી નોંધાઇ હતી.

ભારતી એરટેલ, એચડીએફસી, ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૦.૮૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ રિલાયન્સ કંપનીના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૮૭ ટકાનો સુધારો આવ્યો હતો. એ જ પ્રમાણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અદાણી પોર્ટ કંપનીના શેરમાં ૦.૫૯ ટકાથી ૦.૯૦ ટકાનો ઉછાળો આવ્યો હતો.

નિફ્ટીના આ શેર તૂટ્યા
કંપનીનું નામ ટકાવારીમાં ઘટાડો
ઈન્ફોસિસ ૧.૦૫ ટકા
ભારતી એરટેલ ૧.૦૦ ટકા
એચડીએફસી ૦.૯૫ ટકા
ગેઈલ ૦.૫૧ ટકા
ટીસીએસ ૦.૫૦ ટકા

એશિયાઈ બજારોમાં જિયો પોલિટિકલ ટેન્શન
ભારત અને ચીન વચ્ચે જોવા મળી રહેલી તંગદિલીની અસરથી એશિયાઈ બજારો પ્રેશરમાં જોવા મળ્યાં હતાં. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે તાઇવાન, શાંઘાઇ અને સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ ઈન્ડેક્સ પણ રેડ ઝોનમાં જોવા મળ્યો હતો.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

4 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

4 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

4 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

4 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

4 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago