IND vs AUS: લાયનના તરખાટ સામે ભારતના બેટ્સમેનો ફરી નિષ્ફળ

ધરમશાળા : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં બીજા દિવસે ભારતે ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી. ભારતનો ઓપનર મુરલી વિજય 11 રન બનાવી આઉટ થયા બાદ લોકેશ રાહુલ અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઇનિંગ્સને સંભાળી લીધી હતી. બંને વચ્ચે 87 રનની ભાગીદારી નોંધાઇ હતી. ભારતના 108 રનના સ્કોર પર લોકેશ રાહુલ 60 રન બનાવી આઉટ થયો હતો. રાહુલની આ શ્રેણીમાં સતત આ ચોથી અડધી સદી હતી. આમ ભારત તરફથી સૌથી અધિક લોકેશ રાહુલે 60 રન બનાવ્યાં છે. જ્યારે ચેતેશ્વર પુજારાએ 57 રનનું યોગદાન આપ્યું છે. આ ટેસ્ટના સુકાની રહાણે 46 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે કરૂણ નાયર 5 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ લાયને ત્રણ વિકેટ ઝડપી છે.

છેલ્લા અહેવાલ મુજબ હાલમાં અશ્વિન 29 અને સાહા 2 રને રમતમાં છે. ભારતનો સ્કોર પાંચ વિકેટે 220 રન થયો છે. આમ ભારત હજુ પણ 80 રનથી પાછળ છે. શ્રેણીની અંતિમ અને ચોથી ટેસ્ટમાં ભારતે પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાને 300 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં બંને ટીમ 1-1 પરની બરાબરી પર છે.

http://sambhaavnews.com/

You might also like