IND V/S ENG : T20માં અભેદ્ય ગણાતી ભારતીય ટીમનો ફિયાસ્કો

નવી દિલ્હી : ભારત ઇંગ્લેન્ડની ટી20 સીરીઝની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યોહ તો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટનાં નુકસાને 147 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને જીતવા માટે 148 રનનું લક્ષ્ય મળ્યું હતું.  જે તેણે ખુબ જ સરળતાથી પાર પાડ્યું હતું. 3 વિકેટનાં નુકસાને જ 18.1 ઓવરમાં પાર પાડી દીધો હતો. જેના પગલે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રમાયેલી પ્રથમ ટી20  મેચમાં જ ટીમ હારી હતી.

ભારતીય બેટ્સમેન રહ્યા ફ્લોપ

લોકેશ રાહુલ 08 રન બનાવીને જોર્ડનનાં બોલમાં પુલ મારવાનો પ્રયાસ દરમિયાન શોર્ટ ફાઇન લેગ પર ઉભેલા આદિલ રશીદે કેચ આપી બેઠો હતો. આ સાથે જ ભારતની પહેલી વિકેટ પડીહ તી. ત્યાર બાદ મોઇન અલીએ પોતાની પહેલી ઓવરનાં પહેલા જ બોલમાં કોહલીને 27ને મોર્ગનનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
યુવરાજ સિંહ ફણ આ મેચમાં 12 રન બનાવીને રશીદનો શિકાર બન્યો હતો. સુરેશ રૈના લયમાં જોવા મળ્યો પરંતુ 23 બોલમાં 34 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તે સ્ટોક્સના હાથે ક્લિન બોલ્ડ થયો હતો. મનીષ પાંડે 3 રન બનાવીને એલબીડબલ્યુ આઉટ થયો. હાર્દિક પંડ્યા મિલ્સના 9 રને કેચ આઉટ કરાવ્યો. પરવેઝ રસુલ 5 રન બનાવીને રન આઉટ થયો. ધોની 36 રન પર નોટ આઉટ રહ્યો હતો.

ભારત અને ઇંગ્લેન્ડ ટી-20 સીરીઝ પહેલા મેચમાં ઇંગલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આ વખતે પહેલી ટેસ્ટ સીરીઝમાં 4-0થી હાર થઇ છે તો વન ડે સિરિઝમાં 2-1થી હારી ચુકી છે. ભારતની તરફથી પરવેઝ રસુલ પોતાની પહેલી ટી-20 મેચ રમશે તો બીજી તરફ આશીષ નેહરા અને સુરેશ રૈનાની ટીમમાં સમાવવામાં આવ્યા છે.

આ ટી -20 સીરીઝ વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં પહેલી સીરીઝ છે. અગાઉ કોહલીએ ઇંગ્લેન્ડની વિરુદ્ધ વનડે સીરીઝમાં કેપ્ટન્સી કરી હતી. જેમાં ભારત સીરીઝ 2-1થી જીતી ચુક્યું છે. તો ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ટીમનો વ્હાઇટ વોશ કર્યો હતો. ભારતીય ટીમ 4-0થી હારી ગઇ હતી.

You might also like