સાબરમતી જેલમાંથી કેદીઓ આજે નહીં છોડાય, સરકારે મુક્ત કરવાની કરી હતી જાહેરાત

અમદાવાદઃ રાજ્યભરની જેલ સહિત સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આજે કેદીઓને મુક્ત કરવાની જાહેરાત સરકારે કરી હતી. પરંતુ હવે આ કેદીઓ મુક્ત નહીં થાય. કેમ કે જેલ વિભાગે એવો દાવો કર્યો છે કે સરકારનો પરિપત્ર તેઓને મળ્યો નથી. જેથી કેદીઓને મુક્ત કરી શકાય નહીં. ત્યારે હવે જેલમાં બંધ કેદીઓની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. હવે, સરકારી પરિપત્ર જેલ વિભાગને મળ્યાં બાદ જ તેઓને મુક્ત કરાશે.

ઉલ્લેખનીય છે કે 15 ઓગષ્ટનાં રોજ વિવિધ જેલમાં રહેલાં 300 જેટલાં કેદીઓને મુક્ત કરવામાં આવશે. સજા દરમ્યાન જે કેદીઓ અંગે કોઇ ફરિયાદ ન મળી હોય અને જેની ચાલચલગત સારી હોય તેમજ ફર્લો જમ્પ ન કરી હોય તેવાં કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જે જે કેદીઓની સજા 75 ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ હોય અથવા તો મહિલા કેદીની ઉંમર 60 વર્ષ અને પુરૂષ કેદીની ઉંમર 65 વર્ષથી વધુ હોય તેમજ જે કેદીઓ ગંભીર બિમારીથી પિડાતાં હોય તેવા તમામ કેદીઓને આજનાં આ સ્વાતંત્ર્ય પર્વ પર મુક્ત કરવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

8 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

8 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

8 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

9 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago