Ind vs Aus, 1st Test Day 1: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, વોર્નર અને રેનશોની આપી સારી શરૂઆત

પુણે: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી શરૂ થયેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજે પુણેમાં શરૂ થઈ. મહેમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્મણ લીધો. ઓસ્ટ્રિલિયના ઓપનિંગ બેટ્સમેન વોર્નર અને રેનશોએ સારી શરૂઆત આપી છે. ઓસ્ટ્રેલિયાએ 26 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 80 રન બનાવી લીધા.

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ભારતની 25મી ટેસ્ટ સેન્ટર બની ગયું છે. ભારતીય ટીમ અહીં વિરાટ કોહલીની કેપ્ટેનશિપમાં ઓસ્ટ્રેલિયા પર પોતાની 25મી જીત મેળવવાની કોશિશ કરશે.

વિશ્વની નંબર એક ટીમ ભારત અને બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે 1947થી અત્યાસ સુધીમાં 90 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ભારતે 24 મેચ જીતી છે અને 40 મેચમાં પરાજય મેળવ્યો છે, એક મેચ ટાઈ રહી છે અને 25 ડ્રો રહી છે. ભારતીય ટીમ આ સીરીઝની પ્રથમ મેચ જીતીની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિલ્વર જુબીલી પૂરી કરી લેશે.

You might also like