GPF અને ગ્રેચ્યૂઈટી પરના વ્યાજદરમાં વધારો

નવી દિલ્હી: સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં વધારો કર્યા બાદ જનરલ પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યૂઇટી પરના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર બિનસરકારી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને ગ્રેચ્યૂઇટીના વ્યાજદર ૭.૬ ટકાથી વધારીને આઠ ટકા કરવામાં આવ્યા છે.

આ નવા દર ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સમાપ્ત થનારા ક્વાર્ટરથી લાગુ પડી જશે. નાણા મંત્રાલયે સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ ૧૯૭૫ હેઠળ જમા રકમ પર વ્યાજદરમાં આ સુધારાનું નોટિફિકેશન જારી કર્યું છે.

જીપીએફ એક એવું પ્રોવિડન્ટ ખાતું છે જે માત્ર સરકારી કર્મચારીઓ ખોલાવી શકે છે. એસડીએસના વ્યાજદરમાં વધારો બિનસરકારી પીએફ, પેન્શન અને ગ્રેચ્યૂઇટી ફંડમાં ચોક્કસપણે વધારાનું રિટર્ન પ્રાપ્ત કરવામાં ઉપયોગી થશે. આ ફંડમાં રોકાણકાર લાભાર્થીને લાંબા સમયે તેનો ફાયદો મળશે. આમ, હવે કર્મચારીઓને ગ્રેચ્યૂઇટી પર વધુ ફાયદો મળશે.

You might also like