HDFC દ્વારા હોમ લોનના વ્યાજદરમાં વધારો

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ સહિત પોલિસી રેટમાં વધારો કરાયાના પગલે એચડીએફસીએ તાત્કાલિક ધોરણે હોમલોનના વ્યાજદર વધારી દીધા છે. પોતાની લોન મોંઘી કરનાર એચડીએફસી પ્રથમ નાણાકીય સંસ્થા છે.

એચડીએફસી બેન્કે મહિલાઓ માટેની લોનના વ્યાજદરમાં પણ ૨૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે, જ્યારે અન્ય ગ્રાહકો માટે આ વધારો પાંચ બેસિસ પોઇન્ટનો છે. વધારવામાં આવેલા વ્યાજદર ૧ ઓગસ્ટથી લાગુ પડી ગયા છે.

એક બેસિસ પોઇન્ટનો મતલબ ૦.૦૧ ટકા થાય છે. એચડીએફસીએ મહિલાઓ માટે રૂ. ૩૦ લાખ સુધીની હાઉસિંગ લોનનો વ્યાજદર વધારીને ૮.૭૦ ટકા કર્યો છે, જ્યારે ૩૦ લાખ રૂપિયાથી વધુ રકમની હાઉસિંગ લોન માટે વ્યાજદર વધારીને ૮.૮૦ ટકા કર્યો છે.

એચડીએફસીએ મહિલાઓ સિવાયના અન્ય કસ્ટમર્સ માટે હાઉસિંગ લોનમાં પાંચ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. તેના પરિણામે રૂ. ૩૦ લાખ સુધીની લોન પર અન્ય કસ્ટમર્સ માટેની હાઉસિંગ લોન પર અગાઉ ૮.૫૫ ટકાનો વ્યાજદર હતો તે વધીને હવે ૯.૦૫ ટકા થઇ ગયો છે.

એ જ રીતે મહિલાઓ માટે રૂ.૩૦ લાખ સુધીની લોન પર વ્યાજદર ૮.૫૦ ટકા હતો તે વધીને ૯ ટકા થયો છે, જ્યારે રૂ.૩૦ લાખ કરતાં વધુ રકમની લોન પર મહિલાઓ માટે વ્યાજદર ૮.૬૦ ટકા હતો તે વધીને ૯.૧૦ ટકા અને અન્ય કસ્ટમર્સના કિસ્સામાં વ્યાજદર ૮.૬૫ ટકા હતો તે વધીને હવે ૯.૧૫ ટકા થઇ ગયો છે.

You might also like