VIDEO: IT વિભાગે જાહેર કરી ગુજરાતનાં 9 ડિફોલ્ટરોની યાદી

ગુજરાતઃ રાજ્યમાં આયકર વિભાગ દ્વારા ડિફોલ્ટરની યાદી જાહેર કરવામાં આવી છે. આયકર વિભાગે 2017-18નાં ગુજરાતનાં 9 ડિફોલ્ટરનાં નામો જાહેર કર્યા છે. જેમાંથી 1 ડિફોલ્ટરે 2 કરોડ રૂપિયાનો ટેક્સ પણ જમા કરાવ્યો હતો. જ્યારે 8 ડિફોલ્ટરો 154 કરોડ 59 લાખ રૂપિયાનાં છે.

આ યાદીમાં અમદાવાદ, સુરત અને વડોદરાનાં વેપારીઓનાં નામો સામે આવ્યાં છે. જેમાં સુરતનાં J.N. સ્ટીલ 8 કરોડ રૂપિયાનાં ડિફોલ્ટર છે. અમદાવાદનાં ટ્રીપેક્ષ ઓવરસિસ લિમિટેડ 22 કરોડ 64 લાખનાં ડિફોલ્ટર છે. સીયારામ ટયૂબ પ્રાઈવેટ લિમિટેડ 27 કરોડ 38 લાખ રૂપિયાનાં ડિફોલ્ટર, અમદાવાદનાં SYP એગ્રો ફુડ પ્રાઈવેટ લિમિટેડ 11 કરોડ 22 લાખનાં ડિફોલ્ટર છે.

અમદાવાદનાં સૌમ્યા જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ 29 કરોડ 90 લાખનાં ડિફોલ્ટર છે. અમદાવાદનાં શુકન કન્સટ્રક્શન 32 કરોડ 71 લાખ રૂપિયાનાં ડિફોલ્ટર છે. આ ઉપરાંત વડોદરાનાં રિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોપર્ટી પ્રાઈવેટ લિમિટેડ 10 કરોડ 32 લાખ રૂપિયાનાં ડિફોલ્ટર છે.

ગુજરાતનાં નવ નાદાર!
શહેર કંપની કેટલા રૂપિયા બાકી?
સુરત J.N. સ્ટીલ રૂ.8 કરોડ
અમદાવાદ ટ્રીપેક્ષ ઓવરસિસ લિ. રૂ.22 કરોડ 64 લાખ
અમદાવાદ સીયારામ ટયૂબ પ્રા.લિ. રૂ.27 કરોડ 38 લાખ
અમદાવાદ SYP એગ્રો ફુડ પ્રા.લિ. રૂ.11 કરોડ 22 લાખ
અમદાવાદ સૌમ્યા જ્વેલર્સ પ્રા.લિ. રૂ.29 કરોડ 90 લાખ
અમદાવાદ શુકન કન્સ્ટ્રક્શન રૂ.32 કરોડ 71 લાખ
વડોદરા રિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ. રૂ.10 કરોડ 32 લાખ

 

You might also like