પશ્ચિમ અને મધ્ય ઝોનના અનેક વિસ્તારોમાં અપૂરતાં પાણીની બૂમ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્રેન્ચવેલ વચ્ચે પાઇપલાઇનનાં જોડાણની કામગીરી ગત સોમવાથી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેના કારણે આજના ચોથા દિવસે પણ શહેરના પશ્ચિમ ઝોન અને મધ્યઝોનમાં પાણીનો કકળાટ જોવા મળે છે. તેમાંય સાંજનો પુરવઠો ઠપ થવાથી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ભૂલાયો હોવાની ચર્ચા ઊઠી છે.

કોતરપુર ખાતે આવેલા ૬પ૦ એમએલડીની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ૧૬૦૦ મીમી વ્યાસની ઇસ્ટર્ન ટ્રંક મેઇન્સ લાઇનમાંથી ૮૦૦ મીમી ફેન્ચવેલની પાઇપલાઇન સાથે જોડાણ કરવાની કામગીરી સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાઇ છે.

ગત તા.ર૭ ઓગસ્ટે સોમવારના સવારનો પાણી પુરવઠો પૂરો પડાયા બાદ જોડાણકામ શરૂ કરાયું હતું જો કે બુધવારથી રાબેતા મુજબ પાણી પૂરું પડાશે તેવો તંત્રનો દાવો હતો.

પરંતુ આજે પણ પશ્ચિમ ઝોનના નારણપુરા, વાસણા, પાલડી, નવરંગપુરા સહિતના વિસ્તારમાં પાણીની બૂમ પડી છે. નારણપુરાના સોલા હાઉસિંગ કોમ્પ્લેક્સ સંલગ્ન ચિત્રકૂટ, પંચવટી, સરગમ, કર્ણાવતી સહિતના ચાલીસ એપાર્ટમેન્ટ, પારસનગર વગેરે વિસ્તારમાં પાણીનાં ઓછાં પ્રેશરથી લોકો પરેશાન છે તેમ સ્થાનિક રહેવાસી મનહરસિંહ વાઘેલા જણાવે છે.

જ્યારે કાલુપુરની રતનપોળના રહેવાસી જગદીશ પઢિયાર કહે છે મધ્ય ઝોનના કાલુપુર રેલવે સ્ટેશનથી લાલ દરવાજા અને દિલ્હી દરવાજાથી પાનકોરનાકા સુધીના સમગ્ર પટ્ટાના નાગરિકો પાણીનો કકળાટ વેઠી રહ્યા છે. તેમાં પણ તંત્ર જાણે કે હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસને સદંતર ભૂલી ગયું હોય તેમ સાંજનો પાણીનો પુરવઠો તો સદંતર ઠપ જ છે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

22 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

22 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

23 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

23 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

23 hours ago