UNમાં પાકનો કાશ્મીર આલાપ, ભારતે આપ્યો કાંઇક આવો જવાબ

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રમાં માનવઅધિકારો પર એક ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે આ પહેલાં પણ આ મંચનો ખોટી રીતે ઉપયોગ થયો છે. પાકિસ્તાન હંમેશા આ રીતનું કરતું આવ્યું છે. પાકિસ્તાને માનવઅધિકાર પર થઇ રહેલી ચર્ચા દરમ્યાન કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેની પર જવાબ આપતા ભારતે કહ્યું કે પાકિસ્તાન એવો દેશ છે કે જ્યાં આતંકવાદની નીતિનું પાલન કરવામાં આવે છે. તેમાં તેઓ પણ શામેલ છે કે જેમણે ખુદ સંયુક્ત રાષ્ટ્રને આતંકી જાહેર કર્યો હતો. ભારત તરફથી સૈયદ અકબરૂદ્દિને કહ્યું કે પાકિસ્તાન માનવઅધિકારોના સમર્થનનું નાટક કરી રહ્યો છે.

અકબરૂદ્દીને વધુમાં જણાવ્યું છે કે પાકિસ્તાન એ જ દેશ છે કે જ્યાં માનઅધિકારોના મામલે હંમેશા ખરાબ રેકોર્ડ રહ્યો છે. રેકોર્ડ ખરાબ હોવાને કારણે જ તે સંયુક્ત રાષ્ટ્રમાં માનવઅધિકાર પરિષદનું સભ્યપદ ન પ્રાપ્ત કરી શક્યા. પાકિસ્તાને આ પહેલાં અહીં કાશ્મીરને લઇને જે મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેની ફોરમ કે સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચા કરવાનો કોઇ જ અર્થ નથી.

અકબરૂદ્દીને વધુમાં જણાવ્યું છે ભારત સહિષ્ણુ દેશ છે. ભારત કાયદો, લોકતંત્ર અને માનવઅધિકારોના મામલે પ્રસિદ્ધ છે. માનઅધિકારોની રક્ષા અમારા સિદ્ધાંતોનો એક ભાગ છે. જેના માટે અમે સદાય સહકાર આપીએ છીએ.

You might also like