રોજ સવારે ખાલી પેટે ખાવ બદામ.. થશે આ ફાયદા

બદામ ખાવામાં મીઠી અને તીખી બંને પ્રકારની હોય છે. મીઠી બદામ ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બદામમાં વધારે માત્રામાં ન્યૂટ્રીશન અને મિનરલ્સ જોવા મળે છે, જેમ કે પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ, વિટામીન ઇ, કેલ્શિયમ અને ફોસ્ફોરસ વગેરે વધારે માત્રામાં હોય છે. બદામ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદા કારક હોય છે.

– જ્યારે પલાળેલી રાખીને બદામને ખાવાથી આસાનીથી પાચન થાય છે. પેટને સ્વસ્થ રાખે છે.
– ગર્ભવતી મહિલાઓએ પલાળીને બદામનું સેવન જરૂરથી કરવું જોઇએ. બદામના સેવનથી તેના થનારા બાળકને ન્યૂટ્રીશન મળે છે જેના કારણે બંને સ્વસ્થ રહે છે.
– તબીબોનું માનવું છે કે રોજ સવારે 4 થી 6 બદામ ખાવાથી તમારી મેમરી તેજ થાય છે. મગજ સ્વસ્થ રહે છે.
– જો તમે જાડાપણાથી પરેશાન છો તો વજન ઘટાડવા માટે પણ તમારા ડાઇટમાં પલાળેલી બદામનો સમાવેશ કરો. આમ કરવાથી તમને ઘણા સમય સુધી ભુખ લાગશે નહી.
– બદામને પલાળીને રાખીને સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે. બદામમાં વધારે માત્રામાં ફાઇબર હોવાથી તમારુ પેટ સારી રીતે સાફ થઇ જાય છે.
– પલાળેલી બદામમાં હાજર પ્રોટીન, પોટેશિયમ અને મેગનેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં જરૂરી છે. બદામમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોવાનાકારણે હૃદયની ખતરનાક બિમારીને દૂર કરે છે.
– બદામમાં હાજર મોનોઅનસૈચરેટેડ ફેડી એસિડ અને વિટામીન ઇ ના કારણે શરીરમાં હાજર કોલોસ્ટ્રોલને ઓછું કરે છે અને બ્લડમાં સારા કોલોસ્ટ્રોલની માત્રામાં વધારો કરે છે.
– ઘણા ખરા તબીબોનું માનવું છે કે કાચી બદામ કરતા પલાળેલી બદામ ખાવાથી વધુ ફાયદો થાય છે.
– શરીરની કરચલીઓને દૂર કરે છે. સ્કિન પરની કરચલીઓને દૂર કરવા બીજી કોઇ વસ્તુનો ઉપયોગ કરવાની જગ્યાએ બદામ ખાવી જોઇએ કારણ કે બદામને નેચરલ એન્ટી-એજિંગ ફૂડ માનવામાં આવે છે. રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી.

You might also like