ચાલુ નાણાકીય વર્ષમાં સોના કરતાં શેરબજારમાં બમણું રિટર્ન

0 32

અમદાવાદ: શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સ ઘટીને ૩૩,૦૦૦ની સપાટીની નજીક ગઇ કાલે છેલ્લે ૩૩,૩૦૦ની સપાટીની આસપાસ બંધ જોવાયો છે. બજારનું ફેબ્રુઆરી બાદનું સેન્ટીમેન્ટ નરમ છે,પરંતુ ચાલુ નાણાકીય વર્ષના ડેટા જોઇએ તો પાછલા એક વર્ષમાં શેરબજારમાં ૧૨.૪૪ ટકા સુધારાની ચાલ જોવા મળી છે.

સોના કરતાં શેરબજારમાં ઊંચું રિટર્ન જોવા મળ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સોનામાં ૭.૮૪ ટકાનું રિટર્ન મળ્યું છે, જ્યારે રસપ્રદ બાબત એ છે કે ચાંદીમાં એક વર્ષમાં ઘટાડાની ચાલ જોવા મળી છે.

ચાંદીમાં પ્રતિકિલોએ એક વર્ષમાં ૩,૦૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ડોલર સામે રૂપિયો ચાલુ નાણાકીય વર્ષમાં ૦.૪૦ ટકા તૂટ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૧૭ના રોજ રૂપિયો છેલ્લે ૬૪.૯૧ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં પણ સોના કરતાં શેરબજારમાં રિટર્ન લગભગ બમણાં જેટલું મળ્યું છે. સરકારની આર્થિક સુધારા તરફી નીતિ તથા એફઆઇઆઇની સતત લેવાલીના પગલે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં રિટર્ન
સેન્સેક્સ ૧૨.૪૪ ટકા
સોનું ૭.૮૪ ટકા
ચાંદી – ૬.૬૬ ટકા
ડોલર ૦.૪૦ ટકા

loading...

Leave A Reply

Your email address will not be published.