Categories: India

તમિળનાડુમાં મેઘતાંડવ : કુલ મૃતાંક ૯૫ થયો

ચેન્નાઇ : તમિળનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. વરસાદના કારણે બનેલી અલગ અલગ ઘટનાઓમાં મોતનો કુલ આંક ૯૫ ઉપર પહોંચી ગયો છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન પણ તમિલનાડુમાં અતિ ભારે વરસાદ જારી રહેવાની આગાહી કરી છે. દરમિયાન મુખ્યમંત્રી જયલલિતાએ રાહત અને પુનઃવસન માટે રૃ.પ૦૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ રકમમાંથી અસરગ્રસ્ત લોકોને સહાયની પણ ચૂકવણી કરવામાં આવશે.
ઉત્તર-પૂર્વ મોનસુનના પ્રભુત્વ હેઠળ તમિળનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. પુડ્ડુચેરી અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ચેન્નાઈમાં ઓફિસે જતા લોકોને આજે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણકે ઘણી જગ્યાએ પાણી ભરાયેલા હતા.
ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. દક્ષિણ ચેન્નાઈ, ઉત્તર ચેન્નાઈમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. શનિવાર રાતથી જ સતત ભારે વરસાદ પડી રહ્યો છે. નાગાપટ્ટનીમ જિલ્લામાં આજે ભારે વરસાદ જારી રહ્યો હતો. સેંકડો એકર વિસ્તારમાં ડાંગરના પાકને પણ નુકશાન થયું છે.
મુખ્યમંત્રી જયલલિતાએ રાહત અને પુનઃવસન માટે રૃ.પ૦૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ રકમમાંથી અસરગ્રસ્ત લોકોને સહાયની પણ ચૂકવણી કરવામાં આવશે. સૌથી વધુ અસર પામેલા કુડાલોર જિલ્લા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સરકાર દ્વારા ચાલી રહેલી કામગીરી વિશે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ૬૮૩ જેટલા ગ્રામીણ વિસ્તારોમાંથી ૬૭૧ જેટલા વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવાયો છે.
રાજ્યમાં ૪૦ મેડિકલ કેમ્પ પણ લોકોની સારવાર માટે ચાલી રહ્યા છે. ૧ર૧ જેટલા કેમ્પમાં પશુઓને વીનામૂલ્યે ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે ૭૦ જેટલી રાહત શિબિરો ઊભી કરાઈ છે અને પ૮,૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. ચેન્નાઈમાં પ૮૭ વિસ્તારોમાંથી ર૦૭ સ્થળોએથી પાણી દૂર કરાયાં છે. બાકીના વિસ્તારોમાં ભરાયેલા પાણી ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે.
નાગાપટ્ટીનમ જિલ્લામાં બે ઇંચથી પણ વધુ વરસાદ આજે નોંધાયો હતો. ૧૦ હજારથી પણ વધુ માછીમારોને ચોથા દિવસે દરિયામાં ન જવા માટે સુચના આપવામાં આવી છે. ઈમરજન્સી સર્વિસ માટે પણ કેટલીક સેવાઓ શરૃ કરવામાં આવી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો પણ રાખવામાં આવી છે. પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈબતુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ શહેરના બિગબજાર વિસ્તારમાં ૬૦ વર્ષ જુની ઈમારતમાં પ્રથમ માળને ભારે નુકશાન થયું છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
તમિળનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે લોકો સામે નવી સમસ્યા ઉભી થઇ ગઇ છે. પાટનગર ચેન્નાઇમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં પુરની સ્થિતી સર્જાઇ છે. જેના કારણે અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. શ્રેણીબદ્ધ ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી છે. અનેક ફ્લાઇટોને મોડેથી ઉડાણ ભરવાની ફરજ પડી છે.
તમિળનાડુમાં અનેક વિસ્તારોમાં સ્કુલ અને કોલેજને બંધ રાખવાની ફરજ પડી છે. આ તમામ કારણોસર પાટનગર ચેન્નાઇની સાથે સમગ્ર રાજ્યમાં

જનજીવન ઠપ થઇ ગયું છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઇ ગયો છે.
તમિળનાડુમાં હાલમાં સ્થિતીમાં કોઇ સુધારો થાય તેવા સંકેત દેખાઇ રહ્યા નથી. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. હવે નીચાણ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાથી રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. આવી સ્થિતીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago