પાકિસ્તાનના આગામી કેપ્ટન ઈમરાન ખાનઃ શહબાઝ, બિલાવલ સહિત મોટાં માથાં પરાજિત

પાકિસ્તાનમાં બુધવારે યોજાયેલ સામાન્ય ચૂંટણીનાં પરિણામોની મત ગણતરી જારી છે, પરંતુ અત્યાર સુધીના પ્રવાહો જોતાં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન હવે બહુમતી સાથે વિજય કૂચ કરી રહ્યા છે અને તેઓ પાકિસ્તાનના આગામી વડા પ્રધાન બનશે એવા નિર્દેશો મળી રહ્યા છે. અત્યાર સુધીના મત ગણતરીના પ્રવાહો અનુસાર ઈમરાનની પાર્ટી પીટીઆઈ ૧૨૨, નવાઝ શરીફની પાર્ટી પીએમએલ (એન) ૬૦ અને બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલની પાર્ટી (પીપીપી) ૩૫ બેઠકો પર આગળ છે. ઈમરાન ખાન હવે બહુમતી માટે ૧૫ બેઠકો પાછળ છે. પાકિસ્તાનમાં સ્પષ્ટ બહુમતી માટે કુલ ૧૩૭ બેઠકો જીતવી જરૂરી છે જેની સામે અત્યાર સુધીમાં ઈમરાનની પાર્ટી ૧૨૨ બેઠક પર આગળ છે.

પાકિસ્તાનની ચૂંટણીની નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનના મતદારોએ ચૂંટણીમાં ઊભેલા તમામ આતંકીઓને જાકારો આપ્યો છે. પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પ્રારંભિક દોરમાં ક્રિકેટરથી નેતા બનેલા ઈમરાન ખાનની લહેરમાં કેટલાય દિગ્ગજ નેતાઓ અને મોટા માથાઓ ધરાશયી થઈ ગયા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના વડા પ્રધાન પદ માટેના દાવેદાર શહબાઝ શરીફ ચૂંટણી હારી ગયા છે, જ્યારે ચૂંટણીમાં ત્રીજા મોટા પક્ષ તરીકે ઊભરી આવેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સહઅધ્યક્ષ બિહાવલ ભુટ્ટો પણ ચૂંટણી હારી ગયા છે.

આ ઉપરાંત એમએમએના ફઝલ ઉર રહેમાન તેમજ જમાત-એ-ઇસ્લામીના સિરાઝનો પણ પરાજય થયો છે, જ્યારે ઇસ્લામાબાદની એનએ-૫૩ બેઠક પર ઇમરાન ખાનનો વિજય થયો છે. આ બેઠક પર ઇમરાનને ૯૨,૯૮૧ વોટ મળ્યા છે, જ્યારે એનએ-૧૩૧ની લાહોર બેઠક પર ઇમરાન ૮૦૩૩ વોટથી આગળ છે.

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના પુત્ર અને જમાઈ ચૂંટણી હારી ગયા છે. હાફિઝ સઈદની પાર્ટીના એક પણ ઉમેદવાર ચૂંટણી જીત્યા નથી. હાફિઝ સઈદ પાકિસ્તાની ૨૬૫ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. મતગણતરીના પ્રવાહમાં એક પણ સીટ પર હાફિઝ સઈદની ઉમેદવારે સરસાઈ બનાવી નથી. હાફિઝ સઈદે અલ્લાહ-ઓ-અકબર દ્વારા પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમ પાકિસ્તાનની જનતાએ રાજકારણમાં એન્ટ્રી મારવાના આતંકીઓના મનસુબા સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

ખૈબર પખ્તુનવા પ્રાંતથી ચૂંટણી હારી ગયા બાદ સહબાઝ શરીફે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં ભારે ગોટાળા થયાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે મતગણતરીમાં ભારે ગેરરીતિઓ થઈ છે. સહબાઝે જણાવ્યું હતું કે અમારા કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી છે. અમારા પોલિંગ એજન્ટને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. પીએમએલ-એનના પ્રવકતા મરિયમ ઔરંગઝેબે પણ પોલિંગ સ્ટેશનમાં મતગણતરી દરમિયાન એજન્ટોને બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મત ગણતરી બંધ બારણે ચાલી રહી છે.

જોકે પાકિસ્તાનના ચૂંટણી પંચે આજે સવારે ૪.૦૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે અમારા પર કોઈનું દબાણ નથી. ગેરરીતિઓના આક્ષેપો ચૂંટણી પંચે ફગાવી દીધા હતા. રિઝલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમનો પ્રથમવાર અને ટેકનિકલ ગરબડને કારણે ચૂંટણીનાં પરિણામો જાહેર થવામાં વિલંબ થયો છે. તેમણે ચૂંટણી પરિણામો જાહેર કરવા પાછળ કોઈનું દબાણ હોવાનો ઈન્કાર કર્યો હતો.

પાકિસ્તાનની નેશનલ એસમ્બલીમાં કુલ ૩૪૨ બેઠક છે, જેમાં ૬૦ બેઠકો મહિલાઓ અને ૧૦ બેઠકો લઘુમતીઓ માટે આરક્ષિત છે. ચાર પ્રાંત – પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનમાં પણ નવી સરકાર રચાશે. પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંતમાં પંજાબમાં શહબાઝ અને ઈમરાનની પાર્ટી વચ્ચે ભારે કશ્મકશ છે. ૨૯૨ પ્રાંતિય બેઠકો ધરાવતા પંજાબના મતગણતરીના પ્રવાહોમાં શાસક પક્ષ પીએમએલ-એન ૧૦૪ બેઠકો સાથે સરસાઈ છે, જ્યારે તેની સામે ઈમરાનની પાર્ટી પીટીઆઈ ૯૬ બેઠકો સાથે સીધો મુકાબલો કરી રહી છે.

બીજી બાજુ ખૈબર પખ્તુનવાની ૯૯ સીટોને પ્રવાહમાં પીટીઆઈ ૫૪ બેઠકો પર સરસાઈ સાથે સરકાર બનાવતી નજરે પડે છે, જ્યારે અવામી નેશનલ પાર્ટીએ (એએનપી) બલુચિસ્તાનમાં માત્ર ૧૦ બેઠકો પર સરસાઈ બનાવી છે. આ ઉપરાંત સિંધમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અહીં પાર્ટી ૬૦ બેઠકો સરસાઈ બનાવી ચૂકી છે.

Janki Banjara

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

3 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

3 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

3 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

4 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

4 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

5 hours ago