GSTનો અમલ યોગ્ય રીતે થયો નથીઃ રઘુરામ રાજન

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ યોગ્ય રીતે થઇ શક્યો નથી. એટલું જ નહીં સરકાર દ્વારા દેશમાં નોટબંધીનો નિર્ણય પણ સમજી વિચારીને લેવામાં આવ્યો નથી.

સરકાર એક બાજુ દેશનો આર્થિક વિકાસ વધે તે માટે વિવિધ સુધારાઓ કરી રહી છે તો બીજી બાજુ સરકાર જીએસટી અને નોટબંધીના નિર્ણયનો અમલ હજુ વધુ સારી રીતે કરી શકી હોત. કેમ્બ્રિજની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં રાજને વધુમાં કહ્યું કે જીએસટીનો હજુ વધુ સારી રીતે અમલ થયો હોત તો દેશ માટે સારું હતું. જીએસટીના અમલીકરણમાં એવા પ્રશ્નો નથી કે જેનો ઉકેલ ના મળે. જીએસટીના સારા અમલીકરણ પર કામ થઇ શકતું હતું.

તેમણે વધુમાં કહ્યું કે સરકારે નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી લાગુ કરતા પહેલા આરબીઆઇ સાથે કોઇ જ ચર્ચા-વિચારણા કરી ન હતી. તેમણે કહ્યું કે કુલ કરન્સીના ૮૭.૫ ટકા જેનો હિસ્સો હતો તેના ઉપર અમલમાં પ્રતિબંધ મૂકવો એ સારો વિચાર ગણાવી શકાય નહીં.

You might also like