Categories: Dharm Trending

અપાર સુખ સમૃદ્ધિ આપનારઃ નાગપંચમી

આપણો દેશ દરેક જીવમાં શિવ માને છે. તે ઝાડને પણ પૂજે છે અને જીવજંતુને પણ પૂજે છે. આના કારણે આપણા દેશમાં પરાપૂર્વથી નાગદેવતાની પૂજા થાય છે. આજે સમાજના ઘણા વર્ગો નાગપંચમીના દિવસે નાગદેવનું પૂજન કરીને પોતાના કુંટુંબનું ક્ષેમકુશળ વાંછે છે.

આજના દિવસે ઘરના સભ્યો પૈકી મુખ્ય સ્ત્રી વહેલી ઉઠી નાહી-ધોઈ સ્વચ્છ થઈ પાણિયારે દીવા બત્તી કરીને પાણિયારા ઉપર નાગદેવતાનું ચિત્ર આલેખે છે. તે નાગદેવને કંકુથી પૂજી રૂની કંકુમાળા પહેરાવે છે અને કુલેરનો પ્રસાદ ધરાવી શ્રીફળ વધેરે છે. આમ કરવાથી જે તે કુટુંબ પર નાગદેવની કૃપા ઊતરે છે.

શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે.

આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઊજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે.

આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે.

આ દિવસે નાગનાં દર્શનને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે.

આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે. શ્રાવણ વદ પાંચમને દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. કાલસર્પ દોષથી પીડિત ભક્તો કેટલાક સરળ ઉપાય કરીને આ દોષમાથી મુક્તિ મેળવી સુખ-શાંતિ અને શિવજી ના આશીર્વાદ મેળવી શકે છે.

કાલસર્પ દોષ નિવારવા યંત્ર અને પૂજા કરવા માટેની વિધિ
સવારે વહેલા ઊઠી સ્નાન કરી ભગવાન શંકરનું ધ્યાન કરવું. કાલસર્પ દોષ નિવારવા યંત્રને એક આસન પર સ્થાપના કરી અને તેની પૂજા કરવી. પૂજા માટે પહેલા દૂધ ચડાવવું. ત્યાર પછી ગંગાજળથી તેને શુદ્ધ કરવું. ધૂપ દીપ કરી સફેદ ફૂલ ચડાવી અને નીચે આપેલા મંત્રની એક માળા કરવી.

મંત્રઃ અનન્તં વાસુકિ શેષમ પગ્નાભં ચ કમ્બલં
શંખપાલં ધાર્તરાષ્ટ્રં તક્ષકં કાલીયં તથા
એતાની નવ નામાની નગનાં ચ માહાત્મનાં
સાયકાલે પઠેનિત્યં પ્રાત: કાલે વિશેષત:
તસ્મેય વિષભયં નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત્

ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ખાતે ખેતરમાં પૂર્વજ દાદાનું મંદિર ચાલીસ વર્ષ પૂર્વે અષાઢી બીજના દિવસે બિહોલા વંશજોએ બનાવ્યું હતું. આ મંદિરમાં દર કારતક મહિનાની પૂનમ (દેવદિવાળી)ના દિવસે હવન ભુવાજી ભીખુસિંહ બાદરસિંહ બિહોલા દ્વારા કરવામાં આવે છે.

આજે આ મંદિરમાં દરેક પાંચમ તથા શ્રાવણ મહિનાની સુદ તથા વદની બંને પાંચમે માનવ મહેરામણ ઊમટી પડે છે. આ મંદિર બન્યા પછી આ વિસ્તારમાં ઘણા શ્રદ્ધાળુને નાગદેવના દર્શન થાય છે પરંતુ તેમના થકી કોઈને કોઈપણ પ્રકારની કનડગત થતી નથી. •

divyesh

Recent Posts

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

55 mins ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

1 hour ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

3 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

4 hours ago

“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી…

5 hours ago

તમારા પાર્ટનર સામે ક્યારેય ભૂલથી પણ ન કરો આ 4 વાત, નહીં તો…

વિશ્વાસ અને ઇમાનદારીની છાપ પર જ હંમેશા સંબંધો જળવાઇ રહેતા હોય છે અને આ જ હકીકત છે. પરંતુ જો આપની…

6 hours ago