IMFએ દેશના GDPના અનુમાનમાં ઘટાડો કરી ૭.૪ ટકા કર્યું

વોશિંગ્ટન: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે દેશના જીડીપી ગ્રોથના અનુમાનમાં ઘટાડો કરી ૭.૪ ટકા કર્યું છે. આ અગાઉ આઇએમએફએ જીડીપી ગ્રોથનું અનુમાન ૭.૫ ટકા અંદાજ્યું હતું. તેઓ રોકાણમાં સુસ્તી અને બ્રેક્ઝિટ જેવાં પરિબળોને જવાબદારરૂપ ગણાવી રહ્યા છે.
આઇએમએફના એક અહેવાલ મુજબ બ્રેક્ઝિટ બાદ વૈશ્વિક ઇકોનોમી નબળી પડવાનું જોખમ વધી ગયું છે, તેની અસર ભારત ઉપર પણ જોવાઇ શકે છે. આઇએમએફએ વર્ષ ૨૦૧૭ માટે જીડીપી ગ્રોથ ૭.૪ ટકા, જ્યારે વર્ષ ૨૦૧૮ માટે પણ જીડીપી ગ્રોથ ૭.૪ ટકા અંદાજ્યો છે.

આઇએમએફએ ચીનના જીડીપીના અનુમાનમાં પણ ૦.૧ ટકાનો ઘટાડો કર્યો છે. વર્ષ ૨૦૧૬માં જીડીપી ૬.૬ ટકા, જ્યારે ૨૦૧૭માં ૬.૨ ટકાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

You might also like