બહેરામપુરામાં ધમધમતું વધુ એક ગેરકાયદે કતલખાનું પકડાયું

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા રામરહીમના ટેકરા પાસે એક દુકાનમાં ગેરકાયદે ચાલતા કતલખાનાનો પર્દાફાશ દાણીલીમડા પોલીસે કર્યો છે. બહેરામપુરા વિસ્તારમાં રામરહીમના ટેકરા પાસે આવેલા ટી સ્ટોલની બાજુમાં ફારુક લંબુ અને આરીફ બે ગાય અને એક વાછરડાને કાપવા માટે લાવ્યા હોવાની બાતમી દાણીલીમડા પોલીસ સ્ટેશનને મળી હતી. બાતમીના આધારે તપાસ કરતાં એક દુકાન પાસેથી પોલીસે આરીફ ઉસ્માન શેખ નામના કસાઇની ધરપકડ કરી હતી.

પોલીસને દુકાનમાંથી 500 કિલો માંસનો જથ્થો અને ઢોર કાપવા માટેના બે છરા મળી આવ્યા હતા. એફએસએલની ટીમે માંસના નમૂના લઇ તપાસ કરી હતી, જેમાં દુકાનમાંથી મળી આવેલ માંસ ભેંસનું હોવાનું જણાયું હતું.
http://sambhaavnews.com/

You might also like