VIDEO: વિરજી ઠુમ્મરનાં નિવેદનને લઇ આઇ. કે જાડેજાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

અમદાવાદઃ ભાજપનાં નેતા આઈ. કે જાડેજાએ કોંગ્રેસ પર પડકાર ફેંકતા આકરા પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. આઈ. કે જાડેજાએ કહ્યું કે, કોંગ્રેસ માત્ર સત્તા મેળવવા માટે કંઇક હલકા પ્રકારની રાજનીતિ કરી રહ્યું છે. નિર્દોષ અને યુવાનોને ગુમરાહ કરીને રાજ્યની સ્થિતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે.

વિરજી ઠુમ્મરનાં વિવાદીત નિવેદન અંગે તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપે હંમેશા નારી શક્તિનું સમ્માન કર્યું છે. જેની સામે કોંગ્રેસે ભાજપનાં પ્રદેશ પ્રમુખ અને તેમની માતા વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. મહત્વનું છે કે પાટીદાર આંદોલન અંગે આઈ.કે જાડેજાએ કોંગ્રેસ સામે સવાલોની વણઝાર ઊભી કરતા જણાવ્યું કે કોંગ્રેસ એવું સ્પષ્ટ કરી દે કે તેઓ કવી રીતે બિન અનામતનો લાભ આપશે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગે કરેલી ટીપ્પણી બાદ એક-બે દિવસ પહેલાં ભાજપનાં કેટલાંક કાર્યકરોએ અમદાવાદ ખાતે કોંગ્રેસનાં મુખ્ય કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કર્યો હતું અને વિરજી ઠુમ્મરનાં પૂતળાનું દહન કર્યું હતું.

જેથી ભાજપનાં કાર્યક્રમની જાણ થતાં જ કોંગ્રેસનાં કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. એવાં જ સમયે ભાજપનાં કાર્યકરો સામે તેઓએ પણ વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેથી ઘટના સ્થળે જ કોંગ્રેસનાં આગેવાનો અને ભાજપનાં કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયાં હતાં.

વિરજી ઠુમ્મરનાં આ નિવેદનને લઇ ભાજપે પણ તેનો ઉગ્ર વિરોધ કરતા આ સમગ્ર મામલો ભારે તંગ બની ગયો હતો. એક તબક્કે તો ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો ત્યાં આમને-સામને પણ આવી ગયાં હતાં અને મારામારીની સ્થિતિ પણ સર્જાઈ ગઇ હતી. પરંતુ બાદમાં પોલીસે સમગ્ર તણાવ ભરેલી સ્થિતિને કાબૂમાં લઇ લીધી હતી.

જેથી મહત્વની બાબત છે કે ભાજપનાં નેતા આઈ. કે જાડેજાએ કહ્યું કે, કોંગ્રેસની માનસિક્તા હવે છતી થઈ ગઇ છે. કોંગ્રેસ હવે માત્ર સત્તા મેળવવા માટે જ હલકા પ્રકારની રાજનીતિ કરી રહ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ ક્યારેય કોઈનું ખરાબ નથી બોલ્યાં.

You might also like