IISc બેંગલુરુની લેબમાં હાઈડ્રોજન બ્લાસ્ટઃ રિસર્ચરનું મોત, ત્રણ ઘાયલ

નવી દિલ્હી: બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની એરોસ્પેસ લેબમાં હાઈડ્રોજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એક ટેકનિશિયન મૃત્યુ પામ્યો છે, જ્યારે તેના ત્રણ સાથી ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ મનોજકુમાર છે. ઘાયલનાં નામ કાર્તિક, નરેશકુમાર અને અતુલ્ય છે. ઘાયલને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. તેમની હાલત સ્થિર છે.

બ્લાસ્ટના કારણોની હજુ જાણ થઈ નથી. ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાના વાસ્તવિક કારણોની હવે માહિતી મેળવશે. રમૈયા મેમોરિયલ હોસ્પિટલે મેડિકલ બુલેટિન જારી કર્યું છે.

જેમાં જણાવાયું છે કે ઘાયલ અતુલ્ય, નરેશ અને કાર્તિક ત્રણેયના ચહેરા ખભા અને પેટ પર ઈજા પહોંચી છે. નરેશના હાથ અને પગમાં ફેક્ચર પણ થયું છે. કાર્તિકના ચહેરા પર ડાબી બાજુની ચામડી બળી ગઈ છે.

You might also like