બોલ્ડ ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ પછી ડિમાન્ડમાં આવી ગઈ ઈહાના ઢિલ્લોં

ફિલ્મ ‘હેટ સ્ટોરી-૪’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી પંજાબી સુંદરી ઇહાના ઢિલ્લોં હાલમાં પોતાની આગામી પંજાબી ફિલ્મ ‘ગુલામ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તે આ ફિલ્મના શૂટિંગ માટે મનાલી ગઇ હતી. જ્યાં તેણે એકે-૪૭ પકડી હતી. ‘હેટ સ્ટોરી-૪’ના ટ્રેલરમાં પણ તે ગન સાથે જોવા મળે છે.

ઇહાના એક મોડલ અને અભિનેત્રી છે અને બોલિવૂડમાં પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘હેટ સ્ટોરી-૪’ માટે તેણે માત્ર પોતાની ફિગર પર મહેનત કરી નથી, પરંતુ રોલ માટે વિશેષ તૈયારીઓ પણ કરી છે. ફિલ્મમાં તે એક બિઝનેસ વુમનની ભૂમિકા ભજવી રહી છે. એવું કહેવાય છે કે ફિલ્મમાં તે એક દિલચસ્પ નેગેટિવ રોલ ભજવી રહી છે.

બોલિવૂડમાં ડેબ્યૂ પહેલાં જ ઇહાના ડિમાન્ડમાં આવી ગઇ હોય તેવું લાગે છે, કેમ કે તે અર્જુન રામપાલની આગામી ફિલ્મ ‘નાસ્તિક’માં પણ વિશેષ ભૂમિકામાં જોવા મળશે. ‘હેટ સ્ટોરી-૪’ના ટ્રેલરમાં તેની લીડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ઇહાના બંનેના બોલ્ડ સીન દર્શાવાયા છે, પરંતુ ઇહાનાનું કહેવું છે કે આ ફિલ્મમાં તે બંનેના રોલ ખૂબ જ અલગ છે.

પોતાના ડેબ્યૂને લઇ ઇહાના કહે છે કે હું ખૂબ જ ઉત્સાહી છું અને થોડી નર્વસ પણ છું. મેં આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે અને તેની સફળતા પર મને પૂરો ભરોસો છે. આ ફિલ્મ ટી સિરીઝની બીજી ફિલ્મોથી ખૂબ જ અલગ છે. મેં ફિલ્મમાં બહુ વધારે અંગપ્રદર્શન કર્યું નથી. ફિલ્મમાં કહાણી પર વધુ જોર આપવામાં આવ્યું છે. •

You might also like