જો માતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ વસ્તુ તો ટાળજો જ…

રોજની એક મીઠી સોડા સંતાન મેળવવામાં બાધારૂપ બની શકે

મીઠી સોડા કે ગળ્યાં પીણાં માત્ર વજન, ડાયાબિટિસ કે હાર્ટ માટે જ ખરાબ છે એવું નથી. એનાથી તમારી માતા કે પિતા બનવાની સંભાવનાઓ પર પણ અસર થાય છે.

પતિ કે પત્ની બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ જો રોજ એક મીઠી સોડા પીતી હોય તો ગર્ભાધાન માટે મુશ્કેલીઓ આવી શકે છે. જે પુરુષો રોજ એક સોડા કે ગળ્યું પીણું પીએ છે તેમની ફર્ટિલિટીમાં ૩૩ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.

સ્ત્રીઓમાં આ આદતથી ૨૦ ટકા જેટલો ફરક આવ છે. મોટા ભાગે લોકો એવું માની લે છે કે એકાદ પીણાંમાં વળી શું થઈ જવાનું હતું? પરંતુ દરેક વખતે વ્યક્તિ સાદી મીઠી સોડા જ પીએ એવું નથી હોતું. અઠવાડિયામાં બેથી ત્રણ વાર કેફિનયુક્ત પીણાં પણ આવી જતાં હોય છે.

You might also like