OMG! આ ડોરબેલ નાખશો તો ઓફિસમાં બેઠાં ખબર પડી જશે કે તમારા ઘરે કોણ આવ્યું

ગૂગલ પર દુનિયાભરની માહિતી તમને મળી જાય છે પણ જો તમે ઘરથી દૂર હો તો તમારા ઘરે કોણ આવ્યું કે ગયું એની ખબર નહોતી મળતી, જોકે હવે ગૂગલે ખાસ નવી ટેકનિક ધરાવતી ડોરબેલ તૈયાર કરી છે. નેસ્ટ હેલો નામની આ બેલમાં ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી છે.

આ બેલ દરવાજા પાસે ઊભેલી વ્યક્તિનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. વાઇ-ફાઇથી કનેક્ટ રહેતી આ સ્માર્ટ ડોરબેલમાં વાઇડ અૅન્ગલ કૅમેરા લાગેલો છે. આ કૅમેરા દિવસે જ નહીં, નાઇટ વિઝન મોડમાં પણ કામ કરે છે.

જેવું કોઇ તમારા ઘરના દરવાજે આવે છે, ડોરબેલમાં લાગેલાે કેમેરા વ્યક્તિને ઓળખી લે છે અને ઘરની અંદર લાગેલા કનેક્ટેડ ડિવાઇસમાં તે વ્યક્તિ જોઇ શકાય છે. જો તમારા ઘરમાં ગૂગલ અસિસ્ટન્ટ સ્પીકર લાગેલું હોય તો આ ડોરબેલ જાતે જ બોલશે કે ઘરની બહાર કોણ ઊભું છે.

You might also like