શું તમારે એકથી વધારે બેન્ક એકાઉન્ટ છે તો થશે આ નુકસાન..!

0 15

આજકાલ દરેક લોકો પાસે એક કરતાં વધારે એકાઉન્ટ હોય છે. ક્યારેક-ક્યારેક લોકો બિઝનેસને લઇને તો કેટલાક લોકોનું સેલેરી એકાઉન્ટને લઇને એક કરતાં વધારે એકાઉન્ટ હોય છે. પરંતુ ઘણા લોકો કોઇ કારણ વગર એક કરતાં વધારે બેન્ક એકાઉન્ટ રાખતાં હોય છે. લોકો એક કરતાં વધારે બેન્ક એકાઉન્ટ રાખતા હોય છે પરંતુ તેને મેઇન્ટેનન્સ કરી શકતા નથી. તેને લઇને શું ફાયદો કે શું નુકસાન થાય તે જણાવીએ…

બે થી વધારે બેંક એકાઉન્ટ હોવાથી તમને મોટું નુકસાન થઇ શકે છે જે તમને ખબર નહીં હોય. દરેક બેંક પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઇન્ટેટનન્સ કરવાની રાશિ નક્કી કરતું હોય છે. જેને લઇને જો તમારી પાસે એક કરતાં વધારે એકાઉન્ટ હોય તો તમારે મિનિમમ બેલેન્સ મેઇન્ટેટન્સ કરવા તેટલી રકમ એકાઉન્ટમાં જમા રાખવી પડે. આ રકમ પર તમને વધારે ને વધારે 5 થી 6 ટકા જેટલું વાર્ષિક રીટર્ન મળતું હોય છે.

એક થી વધારે એકાઉન્ટમાં તમારા પૈસાનું રોકાણ કરવા કરતાં તમે બીજી બચત યોજના જેવી કે પોસ્ટ ઓફિસ, શેર બજાર, મ્યૂચ્યુયલ ફંડ, સરકારી બોન્ડ અથવા એફડીમાં લગાવી શકો છો. આમ આ રકમ પર વાર્ષિક રીર્ટન વધુ મળી શકે છે.

જો તમારે એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. જો તમે આમ નહીં કરો તો તમને પેનલ્ટી પણ લગાવામાં આવે છે. ઘણી બેંકમાં તમારે એકાઉન્ટ માટે વાર્ષિક મેઇન્ટેનન્સ ફી અને ચાર્જ આપવાનો હોય છે. જેને કારણે તમારે ઘણું નુકસાન ઉઠાવવું પડે છે. જો એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય તો ટેક્સ પે કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઇન્કમ ટેક્સ ફાઇલ કરતી વખતે તમામ બેંક એકાઉન્ટની માહિતી આપવી પડતી હોય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.