Categories: Ahmedabad Gujarat

એક ટ્રેનમાં સીટ નહીં મળે તો બીજી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ

અમદાવાદ: રેલવે તંત્ર ૧ જુલાઇથી રેલવે પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ સાથેના વિકલ્પ લઇને આવી રહ્યું છે. જેમાં પ્રવાસી ટિકિટ બુક કરતી વખતે તેની જરૂર મુજબના વિકલ્પ પસંદ કરી શકશે. ખાસ સુવિધાના ભાગરૂપે કોઇ પણ પ્રવાસીને કોઇ એક ટ્રેનમાં જો બર્થ ટિકિટ નહીં મળે તો બીજી ટ્રેનમાં એ જ ટિકિટ દ્વારા તેને બર્થ ટિકિટ ફાળવવામાં આવશે.

૧ જુલાઇથી રેલવે ટિકિટ રિઝર્વેશન ફોર્મમાં નવો સુધારો અમલી બનશે. ફોર્મમાં વિકલ્પ નામની એક નવી કોલમ ઉમેરાશે. જેમાં આપવામાં આવેલા વિકલ્પમાંથી પ્રવાસી પોતાને અનુકુળ વિકલ્પ પસંદ કરીને સગવડો મેળવી શકશે. જેમાં ખાસ સગવડના ભાગરૂપ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે અલગ કવોટા રિઝર્વ કરાશે.

નવા અમલી થનારા ફોર્મમાં પ્રેગ્નન્ટ મહિલા પ્રવાસી માટે પણ એક અલગ કોલમ હશે જે વિકલ્પ તરીકે પસંદ કર્યા પછી તે મહિલાને લોઅર સીટ રિઝર્વ કવોટામાંથી ફાળવવામાં આવશે. જોકે જે તે પ્રેગ્નન્ટ મહિલાએ તેના ફોટો આઇડી સાથેનું ડોકટરનું સર્ટિફિકેટ પણ સાથે જોડવું પડશે.

રિઝર્વેશન ફોર્મમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવેથી રેલ યાત્રીઓ માટે વિકલ્પ સ્કીમની જે નવી કોલમ ફોર્મમાં છપાશે તેમાં રિઝર્વેશન ફોર્મમાં તે રૂટ ઉપર પ્રવાસીએ ૧ર કલાક, ર૪ કલાક અને ૪૮ કલાકની અંદર ઉપડતી બીજી કોઇ એક ટ્રેનનો વિકલ્પ પણ પસંદ કરવાનો રહેશે.

એટલું જ નહીં નવા ફોર્મના ફોર્મેટમાં આધાર નંબર પણ લખવો પડશે. જોકે જે પ્રવાસી આધાર નંબર નહીં લખે તે હાલમાં ટૂંકા સમય માટે ચલાવી લેવાશે. કારણ કે આધાર નંબર દર્શાવવાનું ફરજિયાત કરાયું નથી.

આગામી માસથી પહેલી વખત દૂરંતો એકસપ્રેસ કે કોઇ પણ ટ્રેનની થર્ડ એસી, સેકન્ડ એસી કલાસની મુસાફરી કરવા માટે રિઝર્વેશન ટિકિટ લેતી વખતે યાત્રીને બેડરોલ જોઇએ છે કે કેમ? તે ફોર્મમાં વિકલ્પ કોલમમાં જણાવવું પડશે.

આ ઉપરાંત રાજધાની, શતાબ્દી અને દૂરંતો ટ્રેનમાં વેજ કે નોનવેજ ભોજન માટે ફોર્મમાં જ હા અથવા ના દર્શાવવું પડશે. યાત્રી જો વિકલ્પ પસંદ નહીં કરે તો તેને જે ભોજન ઉપલબ્ધ હશે તે જ મળશે. ગર્ભવતી મહિલાઓ માટે પણ અલગ કોલમ સમાવિષ્ટ કરાશે. આમ હવે આગામી માસથી મુસાફરો માટે રેલયાત્રા વધુ સુગમ બનશે.

divyesh

Recent Posts

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

44 mins ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

2 hours ago

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

2 hours ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

3 hours ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

4 hours ago

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ…

4 hours ago