જો તમે Jio નો ગ્રાહક છો તો આ બે કોડને રાખો યાદ.. થશે ફાયદો

0 2,352

શું તમે જીયોનું સિમ કાર્ડધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. આ સમાચારથી તમને ફાયદો થશે. જો તમે કોઇપણ નેટવર્ક વગરની જગ્યા પર ફસાઇ ગયા છો અથવા તમારી બેટરી પૂર્ણ થઇ જતાં મોબાઇલ બંધ થઇ ગયો હોય ત્યારે તમારા નંબરની કોલ બીજા નંબર પર ડાયવર્ટ કરી શકો છો.

બસ આ માટે તમારે એક જ કામ કરવાનું છે. આ માટે જીયોએ બે સીક્રેટ કોડ આપ્યા છે. તમે આ કામ ઘણી સહેલાઇથી કરી શકો છો. જેમ કે તમારો નંબર (2222222222) છે અને આ નંબરને તમે (3333333333) પર ડાયવર્ટ કરવાનું ઇચ્છો છો તો તમારે *409* લખવાનું રહેશે.

ત્યાર બાદ તમે જે નંબર પર કોલ ડાયવર્ટ કરવાનું વિચારી રહો છો તે નંબર લખો. જ્યારે તમે કોલ કરશો ત્યારે બીજી તરફથી કમ્પ્યૂટરમાંથી અવાજ આવશે. ત્યાંથી જણાવામાં આવશે કે પહોંચની બહાર હોવાથી અથવા ફોન બંધ હશે ત્યાં સુધી તમારી કોલ ફોર્વડિંગ કરવામાં આવી છે.

તેનો મતલબ છે કે તમારા જીયો નંબર પરના બધા કોલ બીજા નંબર પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આમ, જ્યારે તમારું કામ થઇ જાય ત્યાર બાદ તમે તમારા ફોન પરથી *410 પર ડાયલ કરો. આમ આ નંબર પર ડાયલ કરવાથી તમારો કોલ ફોરવર્ડિંગ બંધ થઇ જશે અને ફરીથી તમારા જીયો નંબર પર ફોન ફરીથી શરૂ થઇ જશે.

loading...

Leave A Reply

Your email address will not be published.