Categories: India

પોલીસે ઓળખ્યા દેશવિરોધી નારા લગાવનારાઓને : ટુંકમાં થશે ધરપકડ

નવી દિલ્હી : જેએનયુમાં દેશ વિરોધી નારાઓનાં મુદ્દે તપાસ સમિતીએ મુખ્ય આરોપીઓની ઓળખ કરી લીધી છે. આ લોકો કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓ અને પ્રોફેશ્નલ્સ છે. આ લોકોએ જ જેએનયુમાં દેશ વિરોધી નારાઓ લગાવ્યા અને વિદ્યાર્થીઓને ભડકાવ્યા હતા. હાલ તેની ઓળખને ગુપ્ત રાખવામાં આવી છે. આ મુદ્દે જેએનયુની હાઇલેવલ તપાસ કમિટીની આંતરિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં બહારનાં લોકોની તરફથી નારા લગાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જે ચાર લોકોની ઓળખ થઇ ચુકી છે તેમાં એક મહિલા પણ છે. આ મુદ્દે તપાસનાં કારણે તેમનાં નામ જાહેર નથી કરવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે આ મુદ્દે બે ભાઇઓનો પણ સમાવેશ થાય છે. તેમાં એક જેએનયું વિદ્યાર્થી છે જ્યારે બીજો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે ઉપરાંત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જમિયા મિલિયા ઇસ્લામિક વિદ્યાર્થીઓની પણ ઓળખ થઇ ચુકી છે. સૂત્રોનાં અનુસાર પોલીસે જે લોકોની ઓળખ કરી છે તેમાં એક પત્રકાર પણ છે, જે એક એનજીઓ સાથે જોડાયેલો છે અને એએમયૂનો વિદ્યાર્થી રહી ચુક્યો છે.
દેશ વિરોધી નારા લગાવવામાં આ જર્નાલિસ્ટનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં 9 ફેબ્રુઆરીએ સંસદ પર હૂમલાનાં ગુનેગાર અફઝલ ગુરૂ અને જમ્મુ કાશ્મીર લિબરેશ ફ્રંટનાં કો ફાઉન્ડર મકબુલ ભટ્ટની યાદમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેને કલ્ચરલ ઇવેન્ટ નામ અપાયું હતું. જેએનયુમાં સાબરમતી હોસ્ટેલની સામે 5 વાંગ્યે તે જ કાર્યક્રમમાં દેશ વિરોધી નારાો લાગ્યા હતા. ત્યાર બાદ તેનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિવાદ પેદા થયો હતો.

Navin Sharma

Recent Posts

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના ચૂંટણીલક્ષી બજેટની તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદ: મ્યુુનિસિપલ કોર્પોરેશનના વહીવટી સત્તાવાળાઓએ ચાલુ વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કર્યું હતું. હવે આગામી તા.૧ એપ્રિલ, ર૦૧૯થી…

20 hours ago

આગામી સપ્તાહમાં હડતાળથી પોસ્ટ ઓફિસનાં કામકાજ થઈ જશે ઠપ

અમદાવાદ: શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકના કર્મીઓએ ૧૮ ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જોડાવાનું એલાન કરતાં…

21 hours ago

ચૂંટણી પરિણામો પહેલાં દિલ્હીમાં વિપક્ષો દ્વારા ‘મહાગઠબંધન’નું રણશિંગું

નવી દિલ્હી: પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે મંગળવારે જાહેર થવાનાં છે ત્યારે વિપક્ષી દળોએ અત્યારથી જ ર૦૧૯ની લોકસભા…

22 hours ago

ચૂંટણી સમયે ‘હિન્દુ હિતેચ્છુ’ બનતા શાસકોના બેવડા ચહેરા

અમદાવાદ: ગઈ કાલે અમરાઈવાડી વિસ્તારમાં રામમંદિર નિર્માણ મુદ્દે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભામાં મ્યુનિસિપલ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર કક્ષાના કેટલાક…

23 hours ago

RTOના લાઈસન્સ વિભાગમાં સર્વરનાં ધાંધિયાંઃ લોકો પરેશાન

અમદાવાદ: રાજ્ય સરકારના કોઈ પણ પ્રકારના પરિપત્ર કે જાહેરાત વગર આરટીઓ વિભાગે ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત કરી દેતાં વાહન લાઇસન્સ માટે…

23 hours ago

મેટ્રો રેલથી ઊબડખાબડ રસ્તા હવે રિપેર થશેઃ મ્યુનિ. તંત્ર તૈયાર

અમદાવાદ: શહેરમાં ચાલુ વર્ષે રૂ.૩પ૦ કરોડના રોડ રિસરફેસીંગના કામ મંજૂર થયા હોવા છતાં આજે પણ આ કામોએ ગતિ પકડી નથી.…

23 hours ago