Jioને ટક્કર આપશે Ideaનો આ પ્લાન…. યૂઝર્સને થશે ફાયદો

ટેલીકોમ ક્ષેત્રે ચાલી રહેલી ટક્કરમાં આઇડીયા કંપનીએ હવે ઝંપલાવ્યું છે. જેમાં આઇડીયા કંપનીએ પોતાના પ્લાનમાં યૂઝર્સને 17 જીબી ડેટા વધારે આપવા જઇ રહી છે. આ ઓફર માત્ર મર્યાદિત યૂઝર્સ માટે આપી રહ્યું છે. આઇડીયાએ 199 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને હવે 39 જીબી ડેટાની જગ્યાએ 56 જીબી ડેટા આપવામાં આવશે.

આ પ્લાનની સીધી ટક્કર રિલાયન્સ જીઓના 198 રૂપિયાના પ્લાન સાથે થશે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને 56 જીબી ડેટાનો લાભ મળે છે.

શું છે આઇડીયાનો 199 રૂપિયાનો પ્લાન…
આઇડીયાના આ પ્લાનમાં યૂઝર્સને 1.4 જીબી ડેઇલી લિમિટ સાથે 3જી-4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. જેમાં તેના સિવાય અનલિમિટેડ વોઇસ કોલ અને નેશનલ ફ્રી રોમિંગની સુવિધા મળી રહી છે. તે સિવાય પ્રતિદિવસ 100 એસએમએસ પણ આપી રહી છે.

આઇડિયા હવે આ પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિવસ 2જીબી ડેટા આપી રહ્યું છે. જો કે આ ઓફર્સ માત્ર મર્યાદિત યૂઝર્સને જ ઉપલબ્ધ થશે. આઇડિયાના આ પ્લાનની અવધિ 28 દિવસની રહેશે, આમ યૂઝર્સને કુલ 56 જીબી ડેટા મળશે.

રિલાયન્સ જિયોના 198 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 2 જીબી ડેટા રોજ અનલિમિટેડ મળે છે. જિયોના અન્ય પ્લાનની જેમ અનલિમિટેડ ફ્રી વોયસ કોલિંગ, નેશનલ રોમિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. જિયોના આ પ્લાનની અવધિ પણ 28 દિવસ છે.

You might also like