Reliance Jio ઇફેક્ટ: આઇડિયા સેલ્યુલરને થયું 10 વર્ષમાં પહેલી વાર 385 કરોડનું નુકસાન

અમદાવાદ: જ્યારથી ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જીયો આવ્યું છે ત્યારથી ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર હરીફાઈ જામી છે. આ હરીફાઈમાં અનેક હરીફોને જીયોએ જોરદાર ટક્કર આપી છે. આ દોડમાં આડિયા સેલ્યુલરને મોટો ફટકો પડ્યો છે. આડિયા દેશની નામચીન કંપની છે અને ઘણા લોકોમાં પ્રિય છે.

આડિયા કંપનીને માર્ચ 2007થી શરૂ કર્યા પછી પહેલી વાર આડિયાને ક્વાર્ટલી ધોરણે જોરદાર ફટકો વાગ્યો છે. કંપનીને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 385 રૂપિયાની ખોટ ગઈ છે. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઇડિયા સેલ્યુલરને 91.05 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આઇડિયાએ પોતાના નિવેદનામાં કહ્યું હતું કે તેઓના ડિસેમ્બર ક્વાર્ટરમાં તેઓને ગ્રાહકોને ખેંચી રાખવા માટે 10.05 ટકા સુધીનો ઘટાડો કરવા પડ્યો હતો, જેના કરાણે કંપનીને ખાસ્સું નુકસાન વહોરવું પડ્યું છે. કંપનીએ પોતાના ડેટા પ્લાનમાં 15 ટકાનો ઘટાડો કર્યો હતો જેના કારણે કંપનીને નુકસાન થયું છે.

You might also like