દુનિયાનું એકમાત્ર તરતું ગોલ્ફ મેદાન, જ્યાં ભાગ્યેજ કોઈનો બૉલ…

0 43

ઇદાહોઃ
અમેરિકાના ઇદાહોનો શાનદાર ગોલ્ફ કોર્સ લેક કોર ડી’એલેને વિશ્વના ઘણા ગોલ્ફર માટે પડકારજનક રહ્યો છે. વિશ્વના એકમાત્ર ફ્લોટિંગ (તરતા) ગોલ્ફ કોર્સ પર ખેલાડીઓએ બોટ દ્વારા જવાનું હોય છે. પાણી પર માનવ નિર્મિત આ કોર્સના ૧૪મા હોલ પર અચ્છા અચ્છા ગોલ્ફર માત ખાઈ જાય છે. આ વર્ષે આ તળાવમાંથી ૨૮ હજાર બોલ નીકળે છે.

૨૦૦ એકરમાં ફેલાયેલી આ જગ્યા ૧૯૯૧માં વિશ્વ સ્તરે ચમકી હતી અને ત્યાર બાદ દુનિયાના ટોચના ૧૦૦ શાનદાર ગોલ્ફ કોર્સમાં સામેલ થઈ ગઈ છે. આ ગોલ્ફ કોર્સનો સૌથી મહત્ત્વપૂર્ણ અને અનોખો હોલ ૧૪મો છે.

રિસોર્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ”તમારો શોટ આયર્લેન્ડ પર પહોંચે તો તમે હીરો છો, નહીંતર તમે એ હજારોમાંના એક છો, જે દર વર્ષે પાણીમાં ડાઇવર તરીકે ખતમ કરે છે. આ એક અનોખો ગોલ્ફ હોલ છે અને આના પર રમવાનો અનુભવ તમને દુનિયામાં ક્યાંય અન્ય સ્થળે નહીં મળે.”

૨૨ હજાર ટનના આ દ્વીપને પાણીની નીચે બનેલી કેબલ સિસ્ટમ દ્વારા ક્યાંક પણ લઈ જઈ શકાય છે. રોજ રમત દરમિયાન ૯૦ યાર્ડથી લઈને ૨૨૦ યાર્ડ સુધી બદલી શકાય છે. માપદંડ ટી-૧૪૦થી ૧૭૦ યાર્ડનો રહે છે. ૧૮ હોલની ચેમ્પિયનશિપ માટે તૈયાર આ ગોલ્ફમાં ઘણા સુંદર છોડ લગાવવામાં આવ્યા છે. આ કોર્સની ગણના વિશ્વના સૌથી સુંદર ગોલ્ફ કોર્સમાં થાય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.