ICICI પાસેથી વિના વ્યાજે 30 દિવસ માટે મળશે ક્રેડિટ

નવી દિલ્હી: જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ન હો અને તમારે નાણાંની સખત જરૂર હોય તો તમે આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી ૩૦ દિવસ માટે ઉધાર લઇ શકશો અને આ માટે તમારે કોઇ વ્યાજ પણ ચૂકવવું પડશે નહીં.

આઇસીઆઇસીઆઇ દ્વારા Pay Later નામની એક યોજના જાહેર કરવામાં આવી છે. આ એક પ્રકારની ડિજિટલ ક્રેડિટ પ્રોડક્ટ છે. આ એક ક્રેડિટ કાર્ડની જેમ જ હોય છે, જેમાં પહેલા તમે ખર્ચ કરો છો અને પાછળથી તેની ચુકવણી કરો છો. આ યોજના હેઠળ રૂ. ૧૦થી ૨૫ હજારની રેન્જમાં ક્રેડિટ મળશે.

આ સ્કીમ હેઠળ ૩૦ દિવસની ઇન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ કે લોન મળે છે, જેના દ્વારા તમે બિલનું પેમેન્ટ કરી શકો છો અથવા ખરીદી કરી શકો છો કે દુકાનદારને યુપીઆઇ આઇડી દ્વારા પેમેન્ટ કરી શકો છો.

આ ક્રેડિટ ‘ઇન્વાઇટ ઓન્લી’ આધારે મળી શકશે એટલે કે બેન્કને લાગશે કે તમને આ સુવિધા આપવી જોઇએ તો જ તમને તેની સુવિધા મળશે. આ માટે કોઇ વ્યાજ ચૂકવવું પડશે નહીં. જો તમે ડેડલાઇન પછી ચુકવણી કરશો તો લેટ પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે.

You might also like