ICICI-વીડિયોકોનની તપાસમાં પુરાવા ન મળ્યા: RBI

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આઇસીઆઇસીઆઇ બેન્કના વીડિયોકોન સાથેના થયેલા ડિલિંગ બાબતે બે વર્ષ અગાઉ મળેલી ફરિયાદની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. આરબીઆઈએ કહ્યું હતું કે બંને પક્ષે સામસામે લાભ થયો હોય તેવું તપાસમાં પુરવાર થતું નથી.

આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા વીડિયોકોન ગ્રૂપને લોન આપવામાં આવી તેના બદલામાં લાભ મેળવાયો હતો તે પુરવાર થયું ન હતું. છતાં આરબીઆઇની તપાસમાં કેટલાક બીજા મુદ્દા પણ બહાર આવ્યા હતા.

તપાસમાં આઇસીઆઇસીઆઇના સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની માલિકીની ન્યૂ પાવર રિન્યૂએબલ પ્રાઇવેટ લિ.માં રોકાણ કરવામાં આવ્યું હતું તેમાં મોરેશિયસ સ્થિત કંપની ફર્સ્ટલેન્ડ હોલ્ડિંગ દ્વારા એનઆરપીએલમાં ઓટોમેટિક રૂપથી રૂ. ૩૨૫ કરોડના રોકાણનો સમાવેશ થતો હતો.

આરબીઆઇના આ તારણ પ્રમાણે આ ઓફ-શોર એન્ટિટીની ઓનરશિપની વિગતની ચકાસણી કરી શકાઇ નથી.

You might also like