ICICI એ સસ્તી કરી હોમ લોન, ઘર ખરીદવું વધારે સરળ

નવી દિલ્હી: પોતાના ઘરનું સપનું સાચું પડે એવું વિચારી રહ્યા લોકો માટે ખુશીના સમાચાર છે. ICICI બેંકએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ દરોમાં 0.3% ઘટાડો કર્યો છે. ગ્રાહકોને સોમવારથી જ આ જાહેરાતનો ફાયદો મળવાનું શરૂ થઇ જશે.

આ કાપ બાદ ICICI બેંક પગારદાર મહિલાઓને 30 લાખની હોમ લોન 8.35 ટકાના વ્યાજ દરે મળશે, જ્યારે પગારદાર પુરુષોને 8.40 ટકાના વ્યાજ દરે લોન પૂરી પાડશે. ગ્રાહક ફ્લોટિંગ અથવા 2 3 વર્ષ સુધી ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. બેંકએ અપોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે.

8 મે ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ હોમ લોન સસ્તી કરી હતી. બેંકએ 30 લાખ રૂપિયા સુધીની ઘર લોન માટેના વ્યાજમાં 25 બેસિક પોઇન્ટ સુધીનો કાપ મૂક્યો હતો. જ્યારે એનાથી વધારે રકમની લોન માટે 10 બેસિક પોઇન્ટ ઘટાડવામાં આવ્યા હતા. એટલે કે પગારદાર મહિલા ગ્રાહકને બેંક 8.35 ટકાના દરથી લોન આપી રહી છે. જ્યારે આવા પુરુષો 8.40 ટકા દર પર 30 લાખ સુધીની હોમ લોન લઇ શકે છે. એસબીઆઇના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રાહક 2.67 લાખ રૂપિયાની ઇન્ડસ્ટ્રી સબ્સિડી પણ લઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like