ICC અંડર-૧૯ વર્લ્ડકપ લોન્ચઃ ન્યૂઝીલેન્ડમાં ટકરાશે ૧૬ દેશ

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં તા. ૧૩ જાન્યુઆરીથી તા. ૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આઇસીસી અંડર-૧૯ વર્લ્ડકપ-૨૦૧૮નું ગઈ કાલે અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડકપમાં ૧૬ ટીમ ન્યૂઝીલેન્ડનાં ચાર શહેરના સાત વેન્યૂ પર ખિતાબ માટે એકબીજા સામે ટકરાશે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડના રમતગમત પ્રધાન ગ્રાન્ટ રોબર્ટસન, આઇસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસન, ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વ્હાઇટ અને ટૂર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોરી એન્ડરસન હાજર રહ્યા હતા.

રિચર્ડસને આ પ્રસંગે જણાવ્યું, ”આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ ઘણી બધી રીતે ખાસ છે. આ વર્લ્ડકપને કારણે ખેલાડીઓને ટોચના સ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળે છે.” એન્ડરસને કહ્યું, ”આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સની કરિયરમાં આ વર્લ્ડકપની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આનાથી શિસ્ત, નેતૃત્વ ક્ષમતા, દબાણમાં રમવાની અને ખેલભાવનાની શીખ છે.”

You might also like