ICC હજી પણ 2500 કરોડ આપવા તૈયાર : BCCIનાં અબોલા

નવી દિલ્હી : ભારતનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવું શંકાસ્પદ છે અને એટલા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) હજી પણ બીસીસીઆઇને નવા ટેક્સ ફોર્મેટ અનુસાર મુળ ભાગીદારીથી દસ કરોડ ડોલર (લગભગ 641 કરોડ રૂપિયા) વધારે આપવા માટે તૈયાર છે. દુબઇમાં હાલની બીસીસીઆઇનાં વરિષ્ઠ અધિકારી અનુસાર આઇસીસીએ 39 કરોડ ડોલર (2500 કરોડ રૂપિયા)ની પોતાની રજુઆત હજી રદ્દ નથી કરી, જે 29 કરોડ ડોલરની મુળ રાશીથી લગભગ દસ ગણી છે.

આઇસીસી ચેરમેન શશાંક મનોહરે આ રજુઆત પહેલા બીસીસીઆઇએ નામંજુર કરી હતી. બીસીસીઆઇનાં સીનિયર અધિકારીએ કહ્યું કે અમે તેમને કહ્યું છે કે અમે તેમનો પ્રસ્તાવ બીસીસીઆઇની સામાન્ય સભામાં રજુ કરીશુ અને પછી તમને જવાબ આપીશું. આઇસીસી અધિકારીએ કહ્યું કે જો અમે 39 કરોડ ડોલરની રકમ લેવા માટે તૈયાર થઇ ગયા હોત તો પછી મેમાં બોર્ડ બેઠકમાં તેને મંજુરી આપવામાં આવશે.

દુબઇમાં હાલમાં રહેલા કેટલાક અન્ય અધિકારીઓનું માનવું છે કે અંતિમ રજુઆત 45 કરોડ ડોલર (2884 કરોડ રૂપિયા) થી જોઇએ અને શાસનનાં ઢાંચામાં કોઇ ફેરફાર ન થો જોઇએ. સુત્રએ કહ્યું કે અમિતાભે સભ્યોને કહ્યું કે જો તમે રજુઆતને 45 કરોડ ડોલર સુધી લઇ જાવ છો તો હું બોર્ડ સુધી તે રજુઆત લઇ જઇશ અને તેમને મનાવવા માટેનાં પ્રયાસો કરીશ પરંતુ શશાંક મનોહર હાલ ટસથી મસ થવાનાં મુડમાં નથી.

You might also like