ICCની ગ્લોબલ પાર્ટનર બની મોબાઇલ કંપની ઓપ્પો

દુબઈઃ મોબાઇલ ટેલિફોન કંપની ઓપ્પો ૨૦૧૬થી ૨૦૨૦ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની ગ્લોબલ પાર્ટનર હશે. ચીનમાં ૨૦૦૪માં લોન્ચ થયેલા ઓપ્પો મોબાઇલનો બિઝનેસ દુનિયાના ૨૦ દેશમાં પથરાયેલો છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ચીન, અમેરિકા, આફ્રિકા, યુરોપ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સામેલ છે. આઇસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને આ ભાગીદારી અંગે કહ્યું, ”આઇસીસી ઓપ્પોનું ગ્લોબલ પાર્ટનરના રૂપમાં સ્વાગત કરે છે. ઓપ્પો વૈશ્વિક બજારમાં અગ્રણી છે અને ક્રિકેટ રમતા દેશમાં તેનો ઘણો દબદબો છે. અમને આશા છે કે ઓપ્પો સાથે મળીને અમે ક્રિકેટનો વધુ વિસ્તાર કરી શકીશું.”

You might also like