OMG! IBM લાવ્યું દુનિયાનું સૌથી Small કમ્પ્યૂટર, કિંમત જાણી ચોંકી જશો તમે….

IBM કંપની દ્વારા દુનિયાનું સૌથી નાનું કમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે. જે મીઠાના એક કણ કરતાં પણ નાનું છે. કંપનીએ આઇબીએમ થિંક 2018 કોન્ફરન્સમાં આ અંગે જાણકારી આપી છે. 1×1 મીમીનું આ કમ્પ્યૂટર જલ્દી જ માર્કેટમાં આવશે અને તેની કિંમત માત્ર 7 રૂપિયા હશે. કંપનીનો દાવો છે કે આ નાના કમ્પ્યૂટરમાં મોનિટરિંગ, એનાલાઇઝિંગ, કમ્યૂનિકેટિંગ અને ડેટા પર કામ કરશે. આ કમ્પ્યૂટર આઇબીએમ રિસર્ચ 5 આ 5 પ્રોજેક્ટનો એક ભાગ છે.

આઇબીએમએ રિસર્ચ 5 ઇન 5 પ્રોજેકટ હેઠળ દુનિયાનું સૌથી નાનુ કમ્પ્યૂટર પરથી પડદો ઉઠાવી લીધો છે. આ નાના કમ્પ્યૂટરમાં મેમોરી, પ્રોસેસર અને સ્ટોરેજની પુરી સિસ્ટમ છે. મેમોરી માટે આમા SRAM અને પાવર માટે ફોટો-વોલ્ટેક સેલ છે. એટલું જ નહીં, આ કમ્પ્યૂટર એલઇડી અને ફોટો ડિટેકટનો ઉપયોગ કરવા અપલિંક અને ડાઉનલિંક સંચાર માટે પણ સક્ષમ છે.

આ કમ્પ્યૂટર આઇબીએમ રિસર્ચ 5 ઇન 5 નો ભાગ છે. આઇબીએમની રિસર્ચ ટીમ પાંચ ટેકનિકો પર કામ કરી રહી છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલીજીન્સ, બ્લોકચેન, ઇન્ક્રિપ્શન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ પર આધારિત છે. આઇબીએમ આવતા પાંચ વર્ષોમાં આ કમ્પ્યૂટરને માર્કેટમાં લાવશે. આ કમ્પ્યૂટરની કિંમત 7 રૂપિયા બતાવામાં આવી રહી છે.

You might also like