Categories: Gujarat

VIDEO: આગામી વિધાનસભાની ચૂંટણીમાં આતંકી હુમલાને લઇ IB દ્વારા એલર્ટ

ગુજરાતઃ આગામી વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. રાજનૈતિક પાર્ટીઓનો પ્રચાર-પ્રસાર પણ ખૂબ જ જોર-શોરથી ચાલી રહેલ છે. પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર આતંકીઓની બાજ નજર છે.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર આતંકી હુમલાની આશંકા સેવાતા IB દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.ચૂંટણી દરમ્યાન પાકિસ્તાની આતંકીઓ કોઇ મોટો હુમલો કરી શકે છે.

ખાનગી સૂત્રોનું આપણે માનીએ તો પાકિસ્તાની આતંકી સમુદ્રનાં માર્ગે આવીને પણ હુમલો કરી શકે તેમ છે. આતંકીઓનાં નિશાને પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે.

એવામાં કોસ્ટગાર્ડે આતંકી હુમલાઓથી બચવા એક અલગ જ પ્રકારની નવી રણનીતિ બનાવી છે. કોસ્ટગાર્ડે 10 યુદ્ધજહાજને દિવસ-રાતની ચોકીદારીમાં રાખી પાકિસ્તાન સાથે જોડાયેલ સમુદ્રી સરહદે તૈનાત કરેલ છે.

દરરોજનાં ત્રણથી ચાર હેલીકોપ્ટર હવાઇ સુરક્ષામાં લાગેલ છે. આ સાથે જ કોસ્ટ ગાર્ડનાં કમાન્ડો મરીન પોલીસ સાથે હાઇ સ્પીડ બોટ પર સમુદ્રમાં ચોકીદારી કરવાનું કામ કરે છે.

ખાનગી માહિતી એકઠી કરવા માટે એસએમએસી એટલે કે સબ્સિડરી મલ્ટી એજન્સી સેન્ટરની સાથે કોસ્ટગાર્ડનાં અધિકારી દરરોજ બેઠક કરી રહ્યાં છે. જેને લઇ આતંકી હુમલાને લઇ ખાનગી માહિતી પણ મળી શકે.

કોસ્ટગાર્ડ આ સિવાય માછીમારોને પણ આતંકી હુમલાઓને લઇ સાવધાન કરી રહ્યાં છે. આને માટે માછીમારોને ખાસ ટ્રેનિંગ અને વિશેષ જાણકારી આપવામાં આવે છે. કોસ્ટગાર્ડનાં અધિકારીઓ ચૂંટણી દરમ્યાન સુરક્ષાને લઇ રાજ્ય સરકાર સાથે પણ તાલમેલ સાધી રહ્યાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

શું તમારા વાળ કર્લી છે.. તો આ છે સ્ટાઇલિશ ટિપ્સ….

વાંકડીયા વાળમાં સુંદર હેર કટ લેવો હોય અથવા તેને સ્ટાઇલિશ કરવા હોય તો તેમાં કોઇ શંકા નથી કે તેને મેનેજ…

22 mins ago

PM મોદી ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે, પરિયોજનાઓનો કરશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર બે રાજ્ય ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે જશે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે.…

1 hour ago

ગાંધીનગર: કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, લોકસભા ચૂંટણી અંગે રોડમેપ થશે તૈયાર

ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠક મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેના…

1 hour ago

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

11 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

11 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

12 hours ago