Categories: Entertainment

અભિનેત્રી બનવા જ જન્મી છુંઃ તબ્બુ

મુંબઇઃ તબસ્સુમ ફાતિમા હાશ્મી, જે તબ્બુના નામે બોલિવૂડમાં જાણીતી છે. તે અભિનેત્રી બનવા માટે જ જન્મી હતી તેવું તેનું માનવું છે. તેણે માત્ર ૧૧ વર્ષની ઉંમરમાં ફિલ્મ સાઇન કરી હતી. હીરોઇન તરીકે તેની ડેબ્યૂ ફિલ્મ સંજય કપૂર સાથે ‘પ્રેમ’ હતી. સંજયની પણ તે ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મ સંજય માટે કંઇ ખાસ ન કરી શકી, પરંતુ તબ્બુ માટે આગળ ઘણા પ્રોજેક્ટ તૈયાર હતા. તેનું લોકપ્રિય ગીત ‘રૂક-રૂક-રૂક’ રિલીઝ થયું અને સુપરહિટ થઇ ગયું. અજય દેવગણની સાથે તેની ફિલ્મ ‘વિજયપથ’ સુપરહિટ રહી અને તેને બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો.
૧૯૯૭થી ર૦૦૦ સુધી તબ્બુની ઘણી ફિલ્મો રિલીઝ થઇ. તેણે હિન્દી ઉપરાંત મલયાલમ, તામિલ અને તેલુગુ ફિલ્મો પણ કરી. તેની ફિલ્મ ‘હુતુતુ’, ‘માચિસ’ તથા ‘વિરાસત’એ તેની રોમે‌િન્ટક ઇમેજથી અલગ જ અભિનેત્રીને દર્શકો સમક્ષ રજૂ કરી. આ દરમિયાન ફિલ્મ ‘અસ્તિત્વ’ને માત્ર દર્શકોએ જ નહીં સમીક્ષકોએ પણ વખાણી. આ ફિલ્મે તેને ઘણા એવોર્ડ અપાવ્યા. પરિણામોથી ડર્યા વગર એણે મધુર ભંડારકરની ‘ચાંદની બાર’માં પોતાના અભિનયથી સાૈને ચોંકાવી દીધા. દરેક ફિલ્મમાં તબ્બુનો રોલ વધુ ને વધુ નિખરતો ગયો. ર૦૦૭થી તેણે ફિલ્મો પ્રત્યેનો એપ્રોચ બદલી નાખ્યો. તેણે ‘ચીની કમ’ ફિલ્મ કરી. ત્યારબાદ આવેલી ‘હૈદર’ ફિલ્મમાં પણ તબ્બુ છવાઇ ગઇ. તબ્બુએ એક વાર ફરી ‘દૃશ્યમ્’માં જાદુ બતાવ્યો. ‘ફિતૂર’માં પણ તેનો અભિનય વખાણાયો. આશા છે કે કોઇ ડિરેક્ટર ફરી તેને કોઇ આવી ફિલ્મની ઓફર કરશે. •

Navin Sharma

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

17 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

17 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

19 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

19 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

20 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

20 hours ago