Categories: World

હિલેરી ક્લિન્ટનમાં નેતૃત્વનાં કોઇ ગુણ નથી : ડૉનલ્ડ ટ્રંપ

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ પદનાં માટે રિપબ્લિકન પાર્ટીની તરફથી ઉમેદવારોની દોડમાં આગળ ચાલી રહેલ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે તેઓ વરમોંટ સેનેટર બર્ની સેન્ડર્સનાં બદલે ડેમોક્રેકિટ નેતા હિલેરી ક્લિન્ટન સાથે મુલાકાત કરવા ઇચ્છે છે. પેસિલ્વેનિયામાં પોતાનાં સમર્થકોને ટ્રંપે જણાવ્યું કે મને લાગી રહ્યું છે કે હવે બર્ની દાવેદારીમાં ઘણા પાછળ પડી ચુક્યા છે. તેની સંભવના લગભગ પુરી થઈ ચુકી છે. હું બર્નીની વિરુદ્ધ નથી લડવા માંગતો.

પેસ્લિવેનિયામાં 26 એપ્રીલે રાષ્ટ્રપતિપદ માટે રિપબ્લિકન પાર્ટીની પ્રાઇમરી ચુંટણી યોજાનાર છે. તેમણે કહ્યું કે હું ધૂર્ત હિલેરી ક્લિન્ટનની વિરુદ્ધ લડવા માંગુ છું. અમે લોકો તેમની પાર્ટીને ખરાબ રીતે હરાવીશુ. શું આ મહિલાથી પણ વધારે મુર્ખ કોઇ છે ? અગાઉ પણ ટ્રંપ હિલેરી અંગે અયોગ્ય ટીપ્પણી કરી ચુક્યા છે. વિવાદિત ટીપ્પણીઓનાં કારણે ટ્રમ્પ હંમેશા ચર્ચામાં રહે છે. અગાઉ તેઓ ઇસ્લામ અને અબોર્શન અંગે પણ ઝેર ઓકી ચુક્યા છે.

જો કે ક્લિન્ટનને પડકાર ફેંકવા માટે તેમણે બર્નીની પ્રશંસા કરી હતી. પોતાનાં તીખા અંદાજ અને આક્રમક વલણનાં માટે પ્રખ્યાત ટ્રંપ શબ્દબાણોથી ફરીએકવાર હિલેરી ક્લિન્ટન વિંધાયા હતા.ટ્રંપે કહ્યું કે હિલેરી ક્લિન્ટન રાષ્ટ્રપતિ બનવાને લાયક નથી. તેનામાં કોઇ એવા નેતૃત્વનાં ગુણ નથી કે તે અમેરિકા જેવા મહાશક્તિ દેશની બાગડોર સંભાળી શકે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

3 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

3 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

3 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

3 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

3 hours ago