i phone SEની લ્હાયમાં એપલે તમામ ફોનનાં ભાવમાં વધારો કર્યો

નવી દિલ્હી : વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેક્નોલોજી કંપનીઓ પૈકીની એક એપલ દ્વારા ભારત ખાતે મોબાઇલની કિંમતોમાં 29 ટકાનો વધારો કરવામાં આવ્ય છે. હાલમાં જ લોન્ચ થયેલા નવા મોડલ આઇફોન એસઇને મળેલા સુસ્ત પ્રતિસાદ બાદ કંપનીએ ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇફોનનાં ફોન પોતાની મોંઘી કિંમતનાં કારણે ભારતમાં વેચાણ કરી શક્યું નથી. મીડિયા અહેવાલ અનુસાર આઇફોન -6નાં મોડલમાં એપલ દ્વારા સૌથી વધારે 29 ટકાનો વધારો કર્યો છે.

એપલ સાથે સંકળાયેલા સુત્રો અનુસાર જાન્યુઆરીથી માર્ચમાં ગ્રાહકો માટે રજુ કરવામાં આવેલી તમામ ઓફર્સને બંધ કરી દેવામાં આવી છે. ભાવ વધારે હોવાનાં કારણે આઇફોન એસઇએ ગ્રાહકોને સુસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આઇફોન એસઇથી ઓછા ભાવે ગ્રાહકોને આઇફોન 6 કે આઇફોન 6એસ મળતા હોય તો તેઓ એસઇ જેવી મોંઘી પ્રોડક્ટ કેમ ખરીદે. આ કારણે કંપનીએ ભાવમાં ફેરફારો કરવાનો નિર્ણય લીધો હતો. જેનાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કંપનીએ એસઇની પ્રારંભિક કિંમત 39 હજાર રૂપિયા રાખી હતી. હાલ પણ કંપનીએ આ મોડલનાં ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. જાન્યુઆરી – માર્ચ દરમિયાન 31 હજાર મળતા આઇફોન 6નો ભાવ વધારીને 40,500/- કરી દેવામાં આવ્યો છે. જ્યારે 40 હજારમાં મળતા 6એસનો ભાવ વધારીને48 હજાર રકી દીધો છે. એપલને આશા છે કે આ નવા ફેરફાર બાદ એસઇ ફોનની માંગમાં તેજી આવશે. કંપનીએ આઇફોન 5એસનો વધારો કર્યો છે.

You might also like