ILU નો મતલબ શારીરિક સંબંધ બાંધવા સાથે નહીઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું છે કે કોઇ મહિલા આઇ લવ યુ લખે તો તેનો મતલબ એ નથી કે તે શારીરિક સંબંધ બનાવવા માટે રાજી છે. બળાત્કારના કેસમાં તેને સબુત તરીકે રજૂ ન કરી શકાય, ન તો તેને મહિલાના ચરિત્ર સાથે જોડી શકાય.

કોર્ટે આ ટિપ્પણી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ બાબા ગુરમીત રામ રહીમ પર લગેલા રેપ સંબંધી આરોપના કેસની સુનાવણી વખતે કહી છે. રામ રહીમ પર 17 વર્ષ પહેલા રેપનો આરોપ હતો. રામ રહીમની દલિલ હતી કે મહિલાએ તેમને આઇ લવ યૂ કહીને એક ચિઠ્ઠી લખી હતી. રામ રહીમે મહિલાના લખાણની તપાસની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ ચિઠ્ઠી અને મહિલાના લખાણની તપાસ અંગેની માંગને નકારી દીધી હતી.

કોર્ટે પોતાની ટિપ્પણીમાં સ્પષ્ટ કહ્યું છે કે શારીરિક સંબંધ બનાવવાની માંગ કોઇ મહિલાના પ્રેમના એકરાર માટે કરવામાં આવેલ શબ્દ પ્રયોગ માટે માનવામાં નહીં આવે. કોર્ટે એમ પણ કહ્યું છે કે આઇ લવ યૂ બોલવાને આધાર બનાવીને બળાત્કાર કે શારીક સંબંધ બનાવવો યોગ્ય ન કહી શકાય.

You might also like